રાહુલ ગાંધીનો માનહાનિ કેસમાં 10 હજારના જામીન પર છૂટકારો
, શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (15:46 IST)
રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. મેટ્રો કોર્ટના જજે પૂછ્યું ગુનો કબૂલ છે, ત્યારે રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. તેમને 10 હજારના જામીન પર છોડવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા હતા. રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી છે. જેની 7 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.આ સમયે કોર્ટમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી, બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા છે. કોર્ટમાં હાજર થવા માટે ગઈકાલે તેઓ સુરત ગયા હતા અને આજે અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં ક્રિમિનલ બદનક્ષી કેસમાં સુનાવણીમાં તે આવ્યા છે. તેઓ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપશે.તેમની સામે એ.ડી.સી. બેંક અને જબલપુરની સભામાં અમિત શાહ વિરુદ્ધ અપશબ્દ બોલવા મામલે ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ એ.ડી.સી. બેંક માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 12મી જુલાઈએ અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે તેમને કોર્ટે રૂ. 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા.લોકસભાની ચૂંટણી દરમિયાન જબલપુરમાં રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતાં. આથી અમદાવાદના કાલુપુર વોર્ડના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટ નંબર-16 માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ કરી હતી. આથી કોર્ટે જે તે સમયે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધીને સમન્સ કાઢ્યું હતું. અને 9 ઓગસ્ટે સુનાવણી રાખી હતી. પરંતુ હાજર ન રહ્યા ન હતા.9 ઓગસ્ટે સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહ્યા ન હતા. જેને પગલે તેમની વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં કરાયેલા બદનક્ષીના કેસમાં 11 ઓક્ટોબરે હાથ ધરાનારી સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહેશે તેવી બાયધરી તેમના વકીલે કોર્ટમાં આપી હતી. આથી કોર્ટે આ કેસની વધુ સુનાવણી 11 ઓક્ટોબરે હાથ ધરવાનો નિર્દેશ કર્યો હતો.
આગળનો લેખ