Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુલવામાં હુમલાની વરસી પર રાહુલ ગાંધીનુ વિવાદાસ્પદ ટ્વિટ

પુલવામાં હુમલાની વરસી પર રાહુલ ગાંધીનુ વિવાદાસ્પદ ટ્વિટ
, શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (12:51 IST)
જમ્મુ કાશ્મીરમાં પુલવામાંમાં સીઆરપીએફ જવાનો પર હુમલાને આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા પુલવામા હુમલાની પહેલી વરસી પર આખો દેશ શોકમાં ડૂબેલો છે. બીજીબાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ત્રણ પ્રશ્નો કર્યા છે. આ ત્રણ પ્રશ્ન રાહુલ ગાંધીએ ટ્વિટર દ્વારા પૂછયા છે. રાહુલે કહ્યું કે આ હુમલાનો સૌથી વધુ ફાયદો કોને થયો?
 
તેના પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા કપિલ મિશ્રાએ વળતો પ્રહાર કર્યો છે. કપિલ મિશ્રાએ કહ્યું કે જો દેશ પૂછશે કે ઇન્દિરા-રાજીવની હત્યાનો કોને ફાયદો થયો તો શું બોલશો.
 
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરી પુલવામા હુમલા પર ત્રણ સવાલો પૂછ્યા હતા. કોંગ્રેસના નેતાએ લખ્યું કે, આજે જ્યારે આપણે પુલવામાના ચાલીસ શહીદોને યાદ કરીએ છીએ ત્યારે પૂછવું જોઈએ કે….


 
 
પુલવામા આતંકી હુમલાથી આખરે કોને સૌથી વધારે ફાયદો થયો?
 
પુલવામા હુમલાની તપાસમાં આખરે શું નીકળ્યું ?
 
સુરક્ષામાં ચૂક માટે મોદી સરકારમાં કોની જવાબદારી હતી ?
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LRD Scam - ખોટા પ્રમાણપત્રો રજૂ કરી સરકારી નોકરી મેળવાના કૌભાંડનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ, વાંચો સમગ્ર વિગત