Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કૃષિ કાયદાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, બદલાવના સમયે પીછેહઠ કરવાની જરૂર પડે

કૃષિ કાયદાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન, બદલાવના સમયે પીછેહઠ કરવાની જરૂર પડે
, શુક્રવાર, 19 નવેમ્બર 2021 (17:15 IST)
કૃષિ કાયદાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે, કૃષિ કાયદો રદ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તેવામાં મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોને પાકના ભાવો મળે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બદલાવના સમયે પીછેહઠ કરવાની જરૂર પડે છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. જ્યારે ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કૃષિ કાયદા અંગે નિવેદન આપતા કહ્યું કે નવો કાયદો કૃષિ ઉત્પાદન વધારવા કૃષિ કાયદો લાવ્યા હતા
 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત કરતાં કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, તમારાં ખેતરોમાં પાછા ફરો. તમારા પરિવાર વચ્ચે પાછા જાઓ અને એક નવી શરૂઆત કરો.
 
 
જો કે કૃષિ કાયદા સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના સૌથી મોટા નેતા રાકેશ ટિકૈતે આંદોલન પાછું ખેંચવા ઈન્કાર કરી દીધો છે. સંયુક્ત કિસાન મોરચાના સૌથી મોટા ઘટક ભારતીય કિસાન યુનિયનના વડા રાકેશ ટિકૈતે ટ્વિટ કરીને એલાન કર્યું કે, ખેડૂત આંદોલન તાત્કાલિક પાછું નહીં ખેંચાય, અમે એ દિવસની રાહ જોઈશું કે જ્યારે કૃષિ કાયદાઓને સંસદમાં રદ કરીને પાછા ખેંચવામાં આવે. અમે ત્યાં સુધી સરકાર સાથે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) સહિતના ખેડૂતોને સ્પર્શતા બીજા મુદ્દા અંગે સરકાર સાથે વાતચીત કરીશું.
 
 
મોદીએ દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું કે, હું દેશનાં લોકોને એ જણાવવા આવ્યો છું કે, અમે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
 
 
મોદીએ આ જાહેરાત કરતાં કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, તમારાં ખેતરોમાં પાછા ફરો. તમારા પરિવાર વચ્ચે પાછા જાઓ અને એક નવી શરૂઆત કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને આવેલા 2 ચોરો પહેલા જમ્યા, પછી ભેટ-સોગાદો લઇને ભાગી ગયા