Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને આવેલા 2 ચોરો પહેલા જમ્યા, પછી ભેટ-સોગાદો લઇને ભાગી ગયા

વડોદરામાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને આવેલા 2 ચોરો પહેલા જમ્યા, પછી ભેટ-સોગાદો લઇને ભાગી ગયા
, શુક્રવાર, 19 નવેમ્બર 2021 (16:36 IST)
હાલ લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે વડોદરા શહેરમાં NRI પરિવારના લગ્નમાં સુટ-બુટમાં સજ્જ થઇને ચોર ટોળકી ઘૂસી ગઇ હતી અને જમ્યા બાદ લગ્નની ભેટ સોગાદો ભરેલો થેલો લઇને બંને ચોર છૂમંતર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV અને ડ્રોન કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેને આધારે NRI પરિવારે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલા ભાઇ કાકા પાર્ટી પ્લોટમાં વિદેશથી આવેલા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

લગ્ન પ્રસંગમાં આમંત્રિત મહેમાનો સુટ-બુટમાં આવ્યા હતા અને વર અને કન્યાને લોકોએ આશિર્વાદ આપીને તેમના ભેંટ-સોગાદો પણ આપી હતી. ઘરના લોકોએ આ ગિફ્ટ એકત્ર કરીને તેની નોંધ રાખીને એક જગ્યાએ સાવચેતીપૂર્વક મૂકી હતી. ગિફ્ટ સાચવનાર વ્યક્તિ થોડીક વાર માટે વર અને વધુની મુલાકાત લેવા માટે તેમનું સ્થાન છોડીને ગયા હતા. 
 
આ દરમિયાન સુટ-બુટમાં તૈયાર જાનૈયાઓ સાથે ઘૂસી ગયેલા ગઠિયાઓએ કરતબ બતાવ્યો હતો અને તમામની નજર ચુકવીને પાર્ટી પ્લોટમાંથી લગ્ન પ્રસંગે આપેલી કિંમતી ભેટ-સોગાદો ભરેલો થેલો સેરવીને નાસી છુટ્યા હતા. આખાય પ્રસંગમાં ગિફ્ટ સાચવીને રાખી મુકનાર વ્યક્તિ સહેજ જગ્યા પરથી ગયો કે તેની આખીય મહેનત પર પાણી ફરી વળ્યું હતું. 
 
 
ત્યાર બાદ કિંમતી ભેટ-સોગાદો ભરેલો થેલો શોધવાની કવાયત શરૂ થઇ હતી. પરિવારજનોએ પાર્ટી પ્લોટના કેમેરા જોવા જતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. કારણ કે, તમામ કેમેરાના રેકોર્ડિંગનું રિઝલ્ટ ધુંધળુ હતું. ત્યાર બાદ લગ્ન પ્રસંગનું રેકોર્ડિંગ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ડ્રોન કેમેરાનું રેકોર્ડિંગ જોતા વાત ધ્યાને આવી કે, સુટ-બુટમાં લગ્ન પ્રસંગમાં હાજર બે ગઠિયાઓ ભેટ-સોગાદો લઇને નાસી ગયા હતા. જેને પગલે NRI પરિવારે સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અદાણી પોર્ટ પર કસ્ટમ-DRIનું મોટું ઓપરેશન