Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અસારવા-હિંમતનગર, મહેસાણા-વડનગર ડેમુ ટ્રેન શરૂ

અસારવા-હિંમતનગર, મહેસાણા-વડનગર ડેમુ ટ્રેન શરૂ
, મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (12:32 IST)
આજે મંગળવારથી અસારવા-હિંમતનગર અને મહેસાણા-વડનગર પેસેન્જર ડેમુ ટ્રેનો પણ દોડતી થઇ જશે. બે વર્ષ લાંબ ચાલેલા ગેજપરિવર્તનના કામ બાદ બંને રૂટો  હવે પેેસન્જર ટ્રેનો માટે ખોલી દેવાયા છે.જેના કારણે હજારો મુસાફરોને મોટી રાહત મળી જશે. મહેસાણા-વડનગરનું ભાડું ૧૦ રૂપિયા તેમજ અસારવા-હિંમતનગર વચ્ચે આવતા કુલ ૧૬ સ્ટેશનો માટે ટ્રેનનું ભાડુ ૧૦ રૂપિયાથી માંડીને ૨૫ રૂપિયા રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ-પાલનપુર સેક્શનમાં સાબરમતી-કલોલ રૂટ પર ટ્રેક ડબલિંગનું કામ ચાલી રહ્યું  હોવાથી આગામી  તા. ૧૫, ૧૭ અને ૧૮ ઓક્ટોબરની ટ્રેન નં.૧૪૮૧૯/૧૪૮૨૦  ભગત કી કોઠી-સાબરમતી-ભગત કી કોઠી ટ્રેન રદ કરી દેવાઇ છે.  તા.૧૫ ઓક્ટોબરને મંગળવારના રોજ અમદાવાદ વિભાગમાં અસારવા-હિંમતનગર અને મહેસાણા-વડનગર રૂટ પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવામાં આવનાર છે. રેલ મંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બંને ડેમુ પેસેન્જર ટ્રેનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. અસારવા-હિંમતનગર ડેમુ ટ્રેનને ઉદઘાટનના રૂપમાં બપોરે ૨ વાગ્યે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે. જે ટ્રેન સાંજ ૪ઃ૧૫ કલાકે હિંમતનગર પહોંચશે. પરતમાં પાંચ વાગ્યે ઉપડીને તે ૭ઃ૩૦ કલાકે અસારવા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સૈજપુર, સરદારગ્રામ, નરોડા, મેદરા, ડભોડા, નાંદોલ-દહેગામ, જલિયાના મઠ, રખિયાલ, ખેરોલ, તલોદ, ખારી અમરપુરા, પ્રાતિંજ, સોનાસણ-સલાલ, હાપા રોડ અને હિંમતનગર રોકાશે. મહેસાણાથી પણ ડેમુ ટ્રેન ઉદ્ઘાટનના રૂપે બપોરે ૨ વાગ્યે ઉપડીને ૩ઃ૦૫ કલાકે વડનગર પહોંચશે. પરતમાં સાંજે ૫ વાગ્યે ઉપડીને સાંજે ૬ઃ૨૦ કલાકે મહેસાણા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં પિલુદરા, રંડાલા, પુડગામ ગણેશપુરા, વિસનગર, ગુંજા અને વડનગર રોકાશે. નોંધપાત્ર છેકે બંને રૂટો પર મીટરગેજનું બ્રોડગેજમાં ગેજપરિવર્તનનું કામ પૂર્ણ થઇ ગયું હોવાથી આ બંને રૂટો પેસેન્જર ટ્રેનો માટે મંગળવારથી ખૂલ્લા મૂકી દેવાશે.આ ઉપરાંત દિવાળીના તહેવારોને ધ્યાને લઇને આગામી તા. ૧૭ ઓક્ટોબર ૨૦૧૯ થી તા.૨ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ૦૯૦૨૮ પાલીતાણા-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ભાડા સાથેની વિશેષ ટ્રેન પાલીતાણાથી ગુરૂવારે ૦૭ઃ૩૫ કલાકે ઉપડશે. જ ે એજ દિવસે ૨૧ઃ૫૦ કલાકે બાન્દ્રા ટર્મિનસ પહુંચશે.  સામે બાજુ  ૦૯૦૨૭ નંબરની ટ્રેન તા.૧૬ ઓક્ટોબરને બુધવારે ૧૫ઃ૨૫ કલાકે ઉપડીને બીજા દિવસે ૦૫ઃ૩૦ કલાકે પાલીતાણા પહોંચશે. આ ટ્રેન તા.૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી દોડાવાશે.આ ટ્રેન બંને દિશામાં સિહોર(ગુજરાત), સોનગઢ, ધોળા જં.બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરી વલ્લી સ્ટેશને રોકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફિલ્મો 100 કરોડ કમાય સાહેબ પણ મંદીના કારણે સોની કામ કરતાં 35 હજાર કારીગરો બેકાર