Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં તલવાર વડે જન્મદિવસની કેક કાપવી ભારે પડી, 7 લોકોની ધરપકડ

અમદાવાદમાં તલવાર વડે જન્મદિવસની કેક કાપવી ભારે પડી, 7 લોકોની ધરપકડ
, મંગળવાર, 9 માર્ચ 2021 (13:30 IST)
અમદાવાદમાં કોરોના સંક્રમણના કારણે રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યું લગાવવામાં આવ્યો છે. પરંતુ તેનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એવી એક ઘટના શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી સામે આવી છે. અહીં બે દિવસ પહેલાં એક યુવકનો જન્મદિવસ હતો અને તે પોતાના મિત્રો સાથે કરફ્યુંનું ઉલ્લંઘન કરતાં સાર્વજનિક સ્થળ પર તલવાર વડે કેક કાપતાં જોવા મળ્યા છે. 
 
તેનો વીડિયો પણ વાયરલ થયો છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તલવાર પણ જપ્ત કરી છે. 
 
મળતી માહિતી અનુસાર અમદાવાદના ગોમતીપુર ક્ષેત્રમાં ઝાઝરકા કોલોની ગેટ પાસે છ માર્ચના રોજ રાત્રે 12 વાગ્યા બાદ કરણ ઉર્ફે ભૂરાએ પોતાના મિત્રો સાથે તલવાર વડે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન સ્પીકર પર ગીતો પણ વગાડ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસની ટીમ હરકતમાં આવી હતી. 
 
પોલીસે રાત્રે 12 વાગ્યા બાદ કરફ્યુંનું ઉલ્લંઘન કરવાના આરોપમાં કરણ ઉર્ફે ભુરા પરમાર, પ્રદીપ લક્ષ્મણભાઇ સોલંકી, રાજદીપ ઉર્ફે રોબિન મહેશભાઇ સોલંકી, સહયોગ પરમાર, સાગર ઉર્ફે બટકો પરમાર, ધકલ કાપડીયા અને પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ વિરૂદ્ધ વિભિન્ન કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘણા દિવસો પછી સક્રિય કેસોમાં ઘટાડો: છેલ્લા 24 કલાકમાં 15,388 કેસ, 77 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો