Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આપનું સદસ્યતા અભિયાન શરૂ, 21મી સદીના ભારતનું સર્જન કરશે

આપનું સદસ્યતા અભિયાન શરૂ, 21મી સદીના ભારતનું સર્જન કરશે
, મંગળવાર, 9 માર્ચ 2021 (12:25 IST)
આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઐતિહાસિક જનાધાર મળ્યા બાદ આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશ સમિતીએ સમગ્ર રાજ્યમાં સભ્ય નોંધણી અભિયાન જાહેર કર્યું છે, જે અંતર્ગત પાર્ટીએ નીચે પ્રમાણેનો નંબર જાહેર કર્યો છે જેના પર મિસકોલ કરવાથી ગુજરાતના કોઈપણ નાગરિક પ્રાથમિક સદસ્યતા લઈને પાર્ટી સાથે જોડાઈ શકશે.
 
આપ ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા એ આજની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, તાજેતરના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ ગુજરાતમાં એક નવી જ રાજનીતિના શ્રી ગણેશ કર્યા છે, જે 21મી સદીના ભારતનું સર્જન કરશે.
 
આમ આદમી પાર્ટીનું સભ્ય નોંધણી અભિયામ એ ગુજરાતે સભ્ય નોંધણી અભિયાન એ પાર્ટીને રાજ્યભરમાં વિકસાવીને કાર્યકર્તાઓની શક્તિ અને ઉત્સાહને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ છે.
webdunia
દિલ્હી મોડેલને ગુજરાતમાં ખુબ જ આવકાર મળી રહ્યો છે. ગુજરાતમાં લોકો પરંપરાગત રાજકારણથી ઉપર ઉઠીને સામાન્ય લોકોની પાયાની સુવિધાઓ સાથેના વિકાસમાં રસ છે અને આગામી રાજનીતિ આ પ્રમાણે જ આકાર લેશે. જે લોકો પાર્ટીમાં જોડાવા માંગતા હોય એ  72-8003-8003 નંબર પર મિસકોલ આપીને પાર્ટીમાં જોડાઈ શકે છે.
 
સુરતના વર્તમાન પરિણામોની પેટર્ન અને માઈક્રો પ્લાન પ્રમાણે ટીમનો ઉત્સાહ વધારવા મનોજ સોરાઠીયા (સાઉથ ઝોન સંગઠનમંત્રી)ને આપ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમજ કોર કમિટી સભ્ય રામ ધડુકને સાઉથ ઝોન સંગઠન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
webdunia
આપ ગુજરાત પ્રદેશ ટિમ સમગ્ર રાજ્યભરમાં પોતાના ઉમેદવારોને મળવા અને સત્કારવાનું આયોજન કરી રહી છે. જે બાબત ધ્યાનમાં રાખીને પ્રદેશ ટીમે પ્રવાસ કાર્યક્રમ જાહેર કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વુમન્સ ડે નિમિત્તે મહિલાઓને આર્ક મ્યુઝિક એવોર્ડ એનાયત, ગુજરાતને મળશે નવા ફિમેલ મ્યુઝિક આર્ટિસ્ટ