Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાનો ભાંડો ફોડ્યો, દીકરીને ચાર- ચાર બોયફ્રેન્ડ હોવાની પિતાને જાણ કરી, મહિલા હેલ્પલાઇનની મદદથી યુવતીનું કાઉન્સેલિંગ કરાયું

અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાનો ભાંડો ફોડ્યો, દીકરીને ચાર- ચાર બોયફ્રેન્ડ હોવાની પિતાને જાણ કરી, મહિલા હેલ્પલાઇનની મદદથી યુવતીનું કાઉન્સેલિંગ કરાયું
, મંગળવાર, 9 માર્ચ 2021 (11:10 IST)
બોયફ્રેન્ડના ફોન રેકોડિંગ અને મેસેજ જોઈ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ
યુવતીએ પહેલાં તો વાત સ્વીકારી જ નહીં પરંતુ બોયફ્રેન્ડના મેસેજ અને વોટ્સએપ ચેટ બતાવતાં સ્વીકાર્યું
 
અમદાવાદ
દીકરીએ પિતાની સૌથી લાડકવાયી હોય છે પરંતુ જ્યારે પિતાને પોતાની જ દીકરીના ચારિત્ર્ય પર સવાલ, શંકા અને ખરાબ શબ્દો સાંભળવા મળે છે ત્યારે કહું જ વ્યથિત થઇ જતાં હોય છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પિતાની 20 વર્ષની દીકરીને તેના જ બોયફ્રેન્ડે મેસેજ અને ફોન રેકોડિંગ મોકલ્યા હતા. વોટ્સએપ ચેટના સ્ક્રિન શોટ મોકલ્યા હતા જે જોતાં જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીને એક- બે નહિ ચાર બોયફ્રેન્ડ હોવાનું જાણવા મળ્યું હતું. દીકરી એક સાથે આટલા યુવકો સાથે સંબંધમાં હોવાથી તેઓ ખૂબ જ વ્યથિત અને ડરી ગયા હતાં.
 
 
સમાજમાં બદનામીના ડરથી ઘરમાં કે અન્ય સંબંધીઓને તેઓ આ વાત કરી શકતા ન હતા જેથી દીકરીને સમજાવવા માટે પિતાએ હિંમત કરી અને મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે યુવતીને બોલાવી સમજાવી હતી. પહેલા ચાર બોયફ્રેન્ડની વાત સ્વીકારવા તૈયાર ન હતી પરંતુ મેસેજ અને રેકોર્ડિંગ બતાવતાં પોતે સ્વીકાર્યુ હતું. હવે બોયફ્રેન્ડ સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતી અને પિતાને પણ દીકરીને પ્રેમથી ઘરમાં રાખવા સલાહ આપી સુખદ સમાધાન કરાવ્યું હતું.
 
 
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પિતાએ અભ્યમ મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કરી પોતાની 20 વર્ષીય દીકરીને બોયફ્રેન્ડ છે અને તેનું કાઉન્સેલિંગ કરવુ જરૂરી છે કહ્યું હતું. પોતે ઘરથી દુર એક ગાર્ડનમાં બેઠા છે કહેતા અભયમ હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. ટીમે પિતા સાથે વાત કરતાં છેલ્લા એક અઠવાડિયાથી દીકરીના બોયફ્રેન્ડના ફોન, મેસેજ અને રેકોડિંગ તેમના પર આવે છે. તેની સાથે કરેલી વોટ્સએપ ચેટના સ્ક્રીન શોટ પણ મને મોકલ્યા છે. જે જોતાં  જાણ થઈ હતી કે તેની દીકરીને એક- બે નહિ ચાર ચાર બોયફ્રેન્ડ છે. આ વાત જાણી તેઓ ખૂબ જ ડરી ગઈ હતા અને દીકરી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તેઓએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.
 
મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને આ બાબતે જાણ કરી અને કાઉન્સેલિંગ કર્યું હતું જો કે યુવતી પોતે ચાર બોયફ્રેન્ડની વાત સ્વીકારી ન હતી પરંતુ બાદમાં ફોન રેકોડિંગ અને મેસેજ બતાવતા સ્વીકાર્યું હતું. યુવતીના ફોનમાં તપાસ કરતા બધું ડીલીટ મારી દીધુ હતું. અભયમની ટીમે યુવતીના બોયફ્રેન્ડ સાથે પણ વાત કરી હતી બોયફ્રેન્ડ પોતે યુવતીને રાખી લગ્ન કરવા માગતો હતો પરંતુ યુવતીએ લગ્ન માટે ઇન્કાર કરી દીધો હતો. જેથી હવે બંને એકબીજા વાત નહિ કરે અને સંબંધ ન રાખવા સમજાવ્યા હતા. બીજી તરફ પિતાને પણ જણાવ્યું હતું કે હોર્મોન્સ ફેરફારના કારણે આ ઉંમરમાં આવા બદલાવ થતા હોય છે. જેથી યુવતી અને પિતાને સમજાવી પ્રેમથી ઘરમાં રહેવા સમજાવી સમાધાન કર્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીરના જંગલમાં સિંહની પજવણી કરવી ભારે પડી, કોર્ટે 6 આરોપીને ફટકારી આકરી સજા