Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકારે આત્મનિર્ભર પેકેજ આપ્યું હોવા છતાં ગુજરાતની GIDCમાં 2203 ઉદ્યોગો બંધ,8539 પ્લોટ અને 490 શેડ ખાલી

સરકારે આત્મનિર્ભર પેકેજ આપ્યું હોવા છતાં ગુજરાતની GIDCમાં 2203 ઉદ્યોગો બંધ,8539 પ્લોટ અને 490 શેડ ખાલી
, મંગળવાર, 9 માર્ચ 2021 (10:27 IST)
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નનો રાજ્યના ઉદ્યોગ વિભાગે લેખિતમાં જવાબ આપતાં ઘટસ્ફોટ થયો
અમદાવાદ જિલ્લામાં ધમધમતા સૌથી વધુ 229 ઉદ્યોગો બંધ થઈ ગયાં 
 
એક તરફ કોરોનાને કારણે રાજ્યમાં ધંધા રોજગારને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે વિધાનસભામાં અપાયેલી માહિતીમાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. રાજ્યમાં હાલ GIDCમાં 8539 જેટલા પ્લોટ અને 490 જેટલા શેડ ખાલી પડ્યાં છે. જ્યારે 2203 જેટલા ઉદ્યોગો બંધ હાલતમાં છે. જેમાં માત્ર અમદાવાદ જિલ્લામાં ધમધમતા સૌથી વધુ 229 ઉદ્યોગો બંધ થઈ ગયાં છે. રાજ્ય સરકારે તાજેતરમાં કોરોના કાળ દરમિયાન વ્યાપાર ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે આત્મનિર્ભર પેકેજ આપ્યું હોવા છતાં આ સ્થિતિ છે. 
બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં ઉદ્યોગો બંધ હાલતમાં
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની અને પ્લોટની સ્થિતિને લઈને વિવિધ સવાલો પૂછ્યાં હતાં. જેના લેખિત જવાબમાં ઉદ્યોગ વિભાગ દ્વારા જણાવાયું છે કે બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં મળીને કુલ 2203 ઉદ્યોગો બંધ હાલતમાં છે. તો પાંચ જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં પ્લોટ ખાલી હોવાની સ્થિતિમાં છે. 
રાજ્યના કયા જિલ્લામાં કેટલા પ્લોટ ખાલી
વિધાનસભામાં ગુજરાત સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં 8539 પ્લોટ ખાલી પડયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2670,ભરૃચમાં 1729, જામનગરમાં 536,રાજકોટમાં 357, પંચમહાલમાં 349, પાટણમાં 329, મહેસાણામાં 302, દાહોદમાં 273, સુરતમાં 271 અને ગાંધીનગરમાં 246 પ્લોટ ઔદ્યોગિક વસાહતોમાં ખાલી છે. બીજી તરફ ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા શેડની સંખ્યા 490 છે. જેમાં મહેસાણામાં સૌથી વધુ 136-રાજકોટમાં 127-બનાસકાંઠામાં 46-સુરેન્દ્રનગરમાં 44નો સમાવેશ થાય છે. અમદાવાદના ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા પ્લોટની સંખ્યા 40 છે.
ઔદ્યોગિક વસાહતોમાં બંધ પડેલા ઉદ્યોગોની સંખ્યામાં વધારે
ઔદ્યોગિક વસાહતોમાં બંધ પડેલા ઉદ્યોગોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને હાલમાં તેનો આંક 2203 છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 229, સુરતમાં 180, ભરૃચમાં 178, કચ્છમાં 166, ભાવનગરમાં 158, રાજકોટમાં 154, વડોદરામાં 140, ગાંધીનગરમાં 125, પોરબંદરમાં 110નો સમાવેશ થાય છે.કોંગ્રેસના આક્ષેપ અનુસાર રાજ્ય સરકારની નાના અને મધ્યમ ઉદ્યોગ વિરોધી નીતિઓને કારણે GIDCઓમાં આવેલા પ્લોટ-શેડમાં ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને રસ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોટેરા સ્ટેડીયમ ખાતે ઈન્ડીયા ઈંગ્લેન્ડ ટી20 સીરીઝ પૂર્વે યોજાઇ મોટેરા થાલી ચેલેન્જ