Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિકને પારણાં કરાવવા પાટીદારો અને સંસ્થાઓ સક્રિય થયાં

હાર્દિકને પારણાં કરાવવા પાટીદારો અને સંસ્થાઓ સક્રિય થયાં
, મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (11:38 IST)
હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી 3 માંગણીઓ સાથે આરમણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે પાટીદાર સમાજ, પાટીદાર સંસ્થાઓ અને પાટીદાર ધારાસભ્યો તેના આમરણાંત ઉપવાસ પૂરા કરાવી પારણાં કરાવવા હાર્દિકને આજે માનવવાના છે. 
ઉપવાસ દરમિયાન બે દિવસ તેણે હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. સરકાર માત્ર ચિંતિત હોવાનું ગાણું ગાઈને સમાધાન કરવા કોઈ પગલાં લીધા ન હતા. બપોરે કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકની ઉપવાસી છાવણીમાં જઈને તેને પારણાં કરી લેવા મનામણાં કરશે. સાથે જ સીધી રીતે ન માનતી સરકારને અન્ય રીતે લડવા માટે સમજાવીને પારણાં કરવા મનાવશે. 
જેમાં કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટે, આશા પટેલ અને મહેશ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલ છેલ્લા 18 દિવસથી સરકાર સામે આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. છતાં સરકાર માનવા તૈયાર નથી. તેવી સ્થિતિમાં કોંગ્રેસ તેના પાટીદાર ધારાસભ્યોને મોકલીને હાર્દિકને ઉપવાસ સમેટવા આગળ આવી છે. 
હાર્દિકના ઉપવાસને કોંગ્રેસ પહેલા દિવસથી સમર્થન કરી રહી છે. પહેલા દિવસથી જે તેની ઉપવાસી છાવણીમાં ઓછોમાં ઓછો એક કોંગ્રેસનો નેતા દરરોજ મુલાકાત લેતો જોવા મળ્યો હતો. ભારત બંધ દરમિયાન ગઈકાલે કોઈ તેને મળ્યું ન હતું. પરંતુ ગઈકાલે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ચોક્કસ મળ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાઈવ TV શો દરમિયાન જાણીતી લેખિકાનુ મોત, જીવન યાત્રા બતાવતા-બતાવતા અટક્યો જીવ