જાણીતી લેખિકા રીતા જતિંદરનો દૂરદર્શનના એક લાઈવ શો દરમિયાન નિધન થઈ ગયુ. લાઈવ શો માં તે પોતાની જીવન-યાત્રાનો ઉલ્લેખ કરી રહી હતી અને આ દરમિયાન તે બેહોશ થઈ ગઈ. તેમના નિધન પર તેમના મિત્ર અને પ્રશંસકોના શોક વ્યક્ત કર્યો.
સોમવારની સવારે દૂરદર્શનના કાશ્મીર ચેનલ પર પ્રતિષ્ઠિત શિક્ષાવિધ રીતા જતિંદરનો સાક્ષાત્કાર કરવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન આ ઘટના બની. જાણીતા કલાકાર લેખક અને સામાજીક કાર્યકર્તા રીતા જતિંદર જમ્મુમાં રહેતી હતી અને તે ગુડ મોર્નિંગ કાશ્મીર શો માં અતિથિ હતી.
એક લેખકના રૂપમાં પોતાની યાત્રાનો ઉલ્લેખ કરતા તેમનો અવાજ અચાનક રોકાય ગઈ અને તે ખુરશીમાં જ ફસડાઈ ગઈ. તેમનો શ્વાસ વધી ગયો અને શો ના મેજબાન પણ સ્તબ્ધ થઈ ગયા.
તેમને એસએમએચએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. તેમના પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર માટે જમ્મુ પહોંચાડવામાં આવ્યા. રાજ્યપાલ સત્ય પાલ મલિકે રીતા જતિંદરના નિધન પર દુખ વ્યક્ત કર્યુ.
તેમણે એક શોક સંદેશમાં લેખિકાની આત્માની શાંતિ અને શોકસંતુપ્ત પરિવારે આદુખ સહન કરવાની તાકત આપવાની પ્રાર્થના કરી. રીતા જતિંદર ઓછી વયમાં જ પાકિસ્તાનના લાહોરથી જમ્મુ કાશ્મીર આવી ગઈ હતી. જમ્મુ કાશ્મીરમાં તેમને ખૂબ નામ કમાવ્યુ.