ઓઢવમાં ધરાશાયી ઈમારતમાં રેસ્ક્યુ પૂર્ણ, એક વ્યક્તિનું મોત
, સોમવાર, 27 ઑગસ્ટ 2018 (11:53 IST)
અમદાવાદના ઓઢવમાં ધરાશાયી ઈમારતમાં રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થઈ છે. કાટમાળ હાલ કોઈ ફસાયેલુ નથી. ચાર માળની ઈમારતના બે બ્લોક ધરાશાયી થતાં જ પાંચ વ્યક્તિ અંદર દટાયા હતાં. જેમાંથી ચાર ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયા હતાં. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગતરાતે સર્જાયેલી આ દુર્ઘટનામાં એનડીઆરએફ, એએમસી અને ફાયરબ્રિગેડની ટીમ કામગીરીમાં જોડાઈ હતી. ફાયરના આશરે 80થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા હતા.
ઘટનાની જાણ થતા ડીસીપી, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, મેયર બિજલબેન પટેલ, વિપક્ષ નેતા દિનેશ શર્મા, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જાણવા મળ્યું છે કે કોર્પોરેશને આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી બે દિવસ પહેલા જ નોટીસ આપી હતી અને પોલીસ સાથે જઈને બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું.પરંતુ વરસાદ હોવાથી કેટલાક પરિવાર ફરીથી રહેવા ચાલ્યા ગયા હતા. કમિશનરનું કહેવું છે કે અમુક લોકો જાણ કર્યા વિના ફરીથી રહેવા ચાલ્યા ગયા હતા. જેથી ઈમારત ધરાશાયી થતા તેઓ દટાયા હતા. જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગ 1999માં બનાવવામાં આવી હતી.
ફાયરના આશરે 80થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા હતા. ઘટનાની જાણ થતા ડીસીપી, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, મેયર બિજલબેન પટેલ, વિપક્ષ નેતા દિનેશ શર્મા, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જાણવા મળ્યું છે કે કોર્પોરેશને આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી બે દિવસ પહેલા જ નોટીસ આપી હતી અને પોલીસ સાથે જઈને બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું. પરંતુ વરસાદ હોવાથી કેટલાક પરિવાર ફરીથી રહેવા ચાલ્યા ગયા હતા. કમિશનરનું કહેવું છે કે અમુક લોકો જાણ કર્યા વિના ફરીથી રહેવા ચાલ્યા ગયા હતા. જેથી ઈમારત ધરાશાયી થતા તેઓ દટાયા હતા. જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગ 1999માં બનાવવામાં આવી હતી.
આગળનો લેખ