Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'CAA ક્યારેય પરત નહી લેવામાં આવે, ક્યારેય સમજૂતી નહી કરીએ, ગૃહ મંત્રી અમિત શાહની બે ટૂક

CAA will never be taken back
, ગુરુવાર, 14 માર્ચ 2024 (10:25 IST)
CAA will never be taken back
કેન્દ્ર સરકારે દેશભરમાં નાગરિકતા સુધારા બિલ એટલે કે સીએએને લાગૂ કરી દીધુ છે. આ બાબત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  અનેકવાર નિવેદન આપી ચુક્યા છે કે લોકસભા ચૂંટણી પહેલા સીએએ કાયદો લાગૂ કરવામાં આવશે. આ દરમિયાન અમિત શાહે ન્યુઝ એજંસી એએનઆઈ સાથે વાતચીત કરી. તેમણે પોતાની વાતચીતમાં કહ્યુ કે સીએએ કાયદો ક્યારેય પરત નહી લેવામાં આવે.  આપણા દેશમાં ભારતીય નાગરિકતા ચોક્કસ કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે. જેના પર ક્યારેય સમજૂતી નહી કરીએ. સીએએ નોટિફિકેશન પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ તેમણે ટિપ્પણી કરી હતી.

 
વિપક્ષ પર વસસ્યા અમિત શાહ 
મમતા બેનર્જી પર ટિપ્પણી કરતા શાહે કહ્યુ કે એ દિવસ દૂર નથી જ્યારે ભાજપા ત્યા (પશ્ચિમ બંગાળ)સત્તામાં આવશે અને ઘુસપેઠ રોકશે.  જો તમે આ પ્રકારની રાજનીતિ કરો છો અને તે પણ  મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા સાથે, તમે તૃષ્ટિકરણની રાજનીતિ કરીને ઘુસપેઠની અનુમતિ આપો છો તો અમે તેનો વિરોધ કરીએ છીએ. 
 જો શરણાર્થીઓને નાગરિકતા નહીં મળે તો લોકો તમારી સાથે નહીં રહે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી શરણાર્થી અને ઘૂસણખોર વચ્ચેનો તફાવત નથી જાણતા. એક ઈન્ટરવ્યુમાં વિપક્ષના સવાલ અંગે તેમણે કહ્યું કે વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી.
 
વિપક્ષો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેમનો ઈતિહાસ એ છે કે જે બોલે છે તે કરતા નથી, મોદીજીનો ઈતિહાસ છે કે ભાજપ કે પીએમ મોદીએ જે કંઈ કહ્યું તે થવુ નિશ્ચિત છે. મોદીની દરેક ગેરંટી પૂરી થાય છે. વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકમાં રાજકીય ફાયદો થયો છે, તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ? અમિત શાહે એમ પણ કહ્યું કે કલમ 370 હટાવવાનું પણ અમારા રાજકીય ફાયદા માટે હતું, અમે 1950થી કહી રહ્યા હતા કે અમે કલમ 370 હટાવીશું. તેમનો ઇતિહાસ છે કે તેઓ જે કહે છે તે કરતા નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, પથ્થરમારો થતાં 10 લોકોને ઈજા