Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CAA News: દેશના આ ભાગમાં લાગૂ નહી થાય સીએએ, જાણો શુ છે કારણ

Citizenship Amendment Act
નવી દિલ્હી , મંગળવાર, 12 માર્ચ 2024 (12:33 IST)
Citizenship Amendment Act

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સંસદમાં પાસ થવાના પાંચ વર્ષ પછી સોમવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) ને લાગૂ કરી દીધો. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દેશભરમાં સીએએ લાગૂ કરવાનુ એલાન કર્યુ. જો કે આ નવો કાયદો દેશના પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના જનજાતીય ક્ષેત્રોમાં લાગૂ નહી કરવામાં આવે. તેમા સંવિધાનની છઠ્ઠી યાદી  હેઠળ વિશેષ દરજ્જો પ્રાપ્ત ક્ષેત્રનો પણ સમાવેશ છે. 
 
 નવા કાયદા મુજબ, CAAને એ બધા પૂર્વોત્તર રાજ્યોમાં લાગૂ નહી કરવામાં આવે. જ્યા દેશના અન્ય ભાગમાં રહેનારા લોકોની યાત્રા માટે ઈનર લાઈન પરમિત(ILP)ની જરૂર હોય્છે. આ આઈએલપી અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મિઝોરમ અને મણિપુરમાં લાગૂ છે.  અધિકારીઓએ નિયમોના હવાલાથી કહ્યુ કે જે જનજાતીય ક્ષેત્રોમાં સંવિધાનની છઠ્ઠી અનુસૂચિ હેઠળ રચાયેલી સ્વાયત્ત પરિષદોને પણ CAAના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવી છે. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આવી સ્વાયત્ત પરિષદો છે.
 
સીએએ કાયદો શુ છે 
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનમાંથી આવેલા બિન મુસ્લિમને ભારતની નાગરિકતા આપવામાં આવશે.  સીએએ હેઠળ આ દેશોમાંથી આવેલા હિન્દુ, ઈસાઈ, સિખ, જૈન, બૌદ્ધ અને પારસી સમુહના લોકોને ભારતની નાગરિકતા આપવાની  જોગવાઈનો સમાવેશ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ કાયદો એ લોકો પર્લાગૂ થશે જે 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવ્યા હતા. પાકિસ્તાન, અફગાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ત્યાના અલ્પસંખ્યકોને આ કાયદા દ્વારા અહી ભારતની નાગરિકતા આપવામાં આવશે. આવી સ્થિતિમાં અરજી કરનારને સાબિત કરવુ પડશે કે કેટલા દિવસોથી ભારતમાં રહી રહ્યા છે. તેમને નાગરિકતા કાયદા 1955 ની ત્રીજી યાદીની અનિવાર્યતાઓને પણ પુરી કરવી પડશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાલનપુરમાં દારૂના નશામાં ધુત ઇકો ચાલકે 8 લોકોને ટક્કર મારી