Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CAA Rules- દેશમાં CAA લાગુ, ગૃહ મંત્રાલયે લોકસભા ચૂંટણી પહેલા જાહેરનામું બહાર પાડ્યું

CAA
, સોમવાર, 11 માર્ચ 2024 (18:36 IST)
CAA Rules- નાગરિકતા સંશોધન અધિનિયમના અમલીકરણની જાહેરાત બાદ કેન્દ્રએ તેના નિયમો જાહેર કર્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સીએએની સંપૂર્ણ નિયમોની સૂચિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
 
લગભગ પાંચ વર્ષની રાહ જોયા બાદ કેન્દ્રની મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતા કાયદાને લઈને મોટી જાહેરાત કરી છે. આજથી જ દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે બાદ હવે ભારતના ત્રણ પાડોશી દેશોના બિન-મુસ્લિમ લોકો માટે ભારતમાં નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
 
પાંચ વર્ષ પહેલા પારિત 
વાસ્તવમાં, સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં CAA લાગુ કરવા જઈ રહી છે.

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ગુજરાતને આપી 1575 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સની ભેટ