Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મણિશંકર ઐય્યરની નીચ માણસ વાળી ટિપ્પણી ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પડશે ?

મણિશંકર ઐય્યરની નીચ માણસ વાળી ટિપ્પણી ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને ભારે પડશે ?
, શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (11:01 IST)
કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યર તરફથી પીએમ નરેન્દ્ર મોદીને નીચ માણસ કહેનારા નિવેદન પછી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્ય અહ્ચે. આ અગાઉ મણિશંકરે પોતે પણ શરત સાથે માફી માંગતા કહ્યુ કે તેમની હિન્દી ખરાબ છે અને જો કોઈને આ શબ્દથી આપત્તિ હોય તો હુ માફી માંગુ છુ. કોંગ્રેસ ભલે માની રહી હોય કે આ ટિપ્પણીથી થયેલ ડેમેજને તેમણે કંટ્રોલ કરી લીધુ છે પણ બીજેપી અને ખુદ મોદીના તેવર જોતા આ સહેલુ નહી રહે..  કપિલ સિબ્બલની અયોધ્યા પર ચૂંટણી દલીલ પછી હવે બીજેપી આ મુદ્દાનો પણ ગુજરાત ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે. 
 
પીએમ મોદી તરફથી આ નિવેદનને જાતિ સાથે જોડીને અને વોટરોને ભાવનાત્મક અપીલ કર્યા પછી બીજેપીના નેતા ગુજરાત ચૂંટણીના પ્રચારમાં આ મુદ્દાને ઉઠાવી શકે છે.  પ્રથમ ચરણનો ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે અને શનિવારે મતદાન છે. પણ બીજા ચરણનો પ્રચાર જોરો પર છે અને તેમા બીજેપી આ મુદ્દાનો ફાયદો ઉઠાવવામાં કોઈ કસર નહી છોડે. 
 
ગુજરાતમાં બીજા ચરણના ચૂંટણી પ્રચાર માટે પહોંચેલ યૂપીના સીએમ યોગી આદિત્યનાથે નિવેદનની ઉપજેલી આગને કાયમ રાખવાના સંકેત આપતા એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ મણિશંકરે આખા દેશનુ અપમાન કર્યુ છે.  તેનાથી કોંગ્રેસના સંસ્કાર દેખાય છે. આ નિવેદન કોંગ્રેસની સામંતી અને વંશવાદી પરંપરાને બતાવે છે. નીચ કહેનારાઓને જનતા ચૂંટણીમાં જવાબ આપે. બીજી બાજુ રાહુલ ગાંધીના મંદિર જવાની રાજનીતીના સવાલ પર યોગીએ કહ્યુ કે એક બાજુ તમે રમ મંદિરના મુદ્દા પર સુનાવણી ટાળવા માટે જોર આપો છો. રામ અને કૃષ્ણ પર જ સવાલ ઉઠાવો છો તો ચૂંટણીમાં મંદિરમાં ફરવુ એ પાખંડ જ કહેવાશે. 
 
અમર સિંહ બોલ્યા - દેશમાં અનેક નેતા છે મણિ પીડિત 
 
એટલુ જ નહી સમાજવાદી પાર્ટીમાંથી બહાર કરવામાં આવેલ રાજ્યસભા સાંસદ અમર સિંહે પણ મણિશંકર પર કટાક્ષ કર્યો છે. અમર સિંહે કહ્યુ .. આ દેશના અનેક નેતા મણિ પીડિત છે. તેમા ઉમા ભારતી, સ્વર્ગીય જયલલિતા અને તમામ મોટા નેતાઓનો સમાવેશ છે.  હુ ખુદ પણ મણિથી પીડિત છુ. બીજી બાજુ બિહારમાં કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સામેલ આરજેડી સુપ્રીમો લાલૂ યાદવે પણ ઐય્યરને આડા હાથે લીધા. લાલૂએ ટ્વીટ કરતા કહ્યુ આ દેશમાં રાજનેતિક મર્યાદા ભાષા અને વ્યાકરણને ફક્ત અને ફક્ત એક વ્યક્તિએ તાર તાર અને વેરવિખેર કર્યુ છે. 
 
 
પહેલા પણ કોંગ્રેસને ચુકવવી પડી છે...  વિવાદિત નિવેદનોને અંજામ 
 
2016માં યૂપી વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ દિલ્હીમાં ખેડૂત રેલીમાં કહ્યુ હતુ કે અમારા જવાન છે જેમણે સર્જિકલ સ્ટ્રાઈક કરી તેમના લોહીની પાછળ તમે (પીએમ મોદી) છિપાયેલા છે. તમે તેમની દલાલી કરી રહ્યા છો. બીજી બાજુ 2014માં સોનિયાને કર્ણાટક રેલીમાં મોદીને ઝેરની ખેતીમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.  સોનિયા ગાંધીએ જ 2007માં ગુજરાત ચૂંટણી દરમિયાન મોદી માટે મોત કા સોદાગર નો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસનુ માનવુ હતુ કે તેના મુસ્લિમ વોટર કોંગ્રેસના પક્ષમાં આવશે  જ્યારે કે આ ધ્રુવીકરણનો ફાયદો બીજેપીને મળી ગયો હતો. 
 
 
ઐય્યરની ચા વાળો ટિપ્પણી પડી ગઈ હતી ભારે 
 
ઐય્યરે 2014માં લોકસભા ચૂંટણે દરમિયાન એઆઈસીસી મીટિંગમાં કહ્યુ હતુ કે હુ તમને વચન આપુ છુ કે 21મી સદીમાં નરેન્દ્ર મોદીને આ દેશના પ્રધાનમંત્રી નહી બનવા દઉ પણ જો તેઓ અહી ચા વેચવા માંગતા હોય તો તેમને એ માટે સ્થાન શોધવામાં મદદ જરૂર કરીશ.. આ નિવેદનનો મોદી અને બીજેપીએ આગળ પણ ફાયદો  ઉઠાવ્યો.. જેને કારણે કોંગ્રેસનું અપમાન થયુ હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓળખાણ કે હોદ્દા વિના માર્ક ઝુકરબર્ગે આમંત્રણ આપ્યું હોય તેવો ભારતનો પ્રથમ નેતા હાર્દિક પટેલ