ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (GSEB)એ 12મા ધોરણ કોમર્સ અને આર્ટ્સ સ્ટ્રીમના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પરિણામની જાહેરાત ગુજરાત બોર્ડૅની અધિકારિક વેબસાઈટ
gseb.org પર કરવામાં આવી છે. આ પહેલા બોર્ડે 10 મે ના રોજ 12 સાયંસ સ્ટ્રીમના પરિણામ જાહેર કર્યા હતા.
GSEB HSC Result 2018 આ રીતે ચેક કરો
- સૌ પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાવ
- GSEB HSC General Stream Result 2018 લિંક પર ક્લિક કરો
- તમારો રોલ નંબર નામ એંટર કરો અને સબમિટ પર ક્લિક કરો
- તમારુ રિઝલ્ટ સ્ક્રીન પર ફ્લેશ થઈ જશે.
- ભવિષ્ય માટે રિઝલ્ટની પ્રિંટ આઉટ પણ લઈ લો .
-પહેલા એવુ કહેવાય રહ્યુ હતુ કે પરિણામનુ એલાન સવારે 9 વાગ્યે થશે પણ બોર્ડે સવારે 7 વાગ્યે જ પરિણામ જાહેર કરી દીધુ. જેમાં કુલ 55.55 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 505 કેન્દ્ર તેમજ પેટા કેન્દ્ર પરથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 4,74,507 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2,60,263 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. ચાલુ વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 76 છે, જે ગત વર્ષ 127 હતી.