Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાની ઝાટકણી કાઢી

morbi
, ગુરુવાર, 17 નવેમ્બર 2022 (17:49 IST)
અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઈન્ડિયા' અનુસાર ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને ઝાટકણી કાઢી છે.
 
હાઈકોર્ટે નગરપાલિકાને પૂછ્યું કે ઝૂલતા પુલની સ્થિતિ ખરાબ હોવા અંગેની અને એને તત્કાલ સમારકામની જરૂર હોવા બાબતની જાણ અંજતા કંપનીએ 29 ડિસેમ્બરે કરી હોવા છતાં પુલને ખુલ્લો કેમ મુકાયો?
 
હાઈકોર્ટે નગરપાલિકા પાસેથી એ પણ જવાબ માગ્યો છે કે કોઈ મંજૂરી વગર પુલને લોકો માટે ફરી ખોલવા અને ઉપયોગમાં લેવા કેમ દેવાયો?આ મામલે નગરપાલિકાએ જે સોગંદનામું રજૂ કર્યું એમાં હાઈકોર્ટને માહિતી ખૂટતી જણાઈ હતી અને કોર્ટે વધુ વિગતો અને નગરપાલિકાની ચોક્કસ નિષ્ક્રીયતા પાછળનાં કારણો પણ જણાવવા કહ્યું હતું.
 
નોંધનીય છે કે મોરબીનો ઝૂલતો પુલ 30 ઑક્ટોબરે તૂટી પડ્યો હતો અને 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- PM ફરી આવશે ગુજરાત, નવસારીમાં રાહુલ-મોદી એ જ દિવસે સંબોધશે સભા