Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોરબી પુલ દુર્ઘટના: સુપ્રીમ કોર્ટ પીઆઈએલને ટૂંક સમયમાં યાદીમાં સમાવવા સંમત

morbi
, સોમવાર, 14 નવેમ્બર 2022 (15:43 IST)
સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે, તે ટૂંક સમયમાં વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીને યાદીમાં સમાવશે.
 
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કોર્ટની દેખરેખ હેઠળની ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે, આ પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં અને 100 લોકો ઘાયલ થયા હતા.
 
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેંચે કહ્યું કે, અમે ટૂંક સમયમાં આ મામલાને યાદીમાં લઈશું.
 
તેમણે કહ્યું હતું કે અરજી મોડી રાત્રે મારી સમક્ષ આવી હતી તેથી આજે સુનાવણી માટે યાદીમાં લેવી શક્ય બની નથી.
 
વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટની બેન્ચને આજે સુનાવણીની વિનંતી કરતા કહ્યું હતું "આ કેસ તાકીદનો છે, કારણ કે દેશભરમાં આવા ઘણા જૂના માળખા છે અને આ અદાલતે તેની તાકીદે સુનાવણી કરવી જોઈએ."
 
આના પર સીજેઆઈએ કહ્યું, "આ કલમ 32 હેઠળની અરજી છે. તેમાં તાકીદ જેવું શું છે. અમે તેને સૂચિબદ્ધ કરીશું. અમે તારીખ આપીશું.
 
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ઉદય ઉમેશ લલિતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, અમે આ અરજી પર 14 નવેમ્બરે સુનાવણી કરીશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live In Partnar એ પ્રેમિકાના 35 ટુકડા કર્યા, બજારમાંથી ફ્રિજ ખરીદ્યુ, અગરબત્તીથી દુર્ગધ દબાવી, રોજ રાત્રે 2 વાગ્યે જંગલમાં જતો હતો