Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

JEE Advance 2021 ની પરીક્ષા ત્રણ ઓક્ટોબરે યોજાશે, શિક્ષામંત્રીએ જાહેર કરી તારીખ

JEE Advance 2021 ની પરીક્ષા ત્રણ ઓક્ટોબરે યોજાશે, શિક્ષામંત્રીએ જાહેર કરી તારીખ
, મંગળવાર, 27 જુલાઈ 2021 (13:00 IST)
આઇઆઇટીમાં પ્રવેશ માટે જેઇઇ એડવાન્સ 2021 પરીક્ષાની તારીખ જાહેર થઇ ગઇ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રે ધમેદ્ર પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે જે જેઇઇ એડવાન્સ 2021 પરીક્ષા ત્રણ ઓક્ટોબરના રોજ યોજાશે. પરીક્ષાનું આયોજન કોવિડ પ્રોટોકલના પાલન સાથે કરવાનું રહેશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી જેઇઇ મેનના ત્રીજા તબક્કામાં પરીક્ષા ન આપનાર અભ્યર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં પૂર અને ભારત વરસાદના લીધે જેઇઇ મેન 2021 ના ત્રીજા તબક્કાની પરીક્ષા ન આપનાર અભ્યર્થીઓને પરીક્ષાની તક આપવામાં આવશે. 
 
શિક્ષણ મંત્રીએ કહ્યું કે શનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ એવા વિદ્યાર્થી પરીક્ષામાં સામેલ થવાનો એક અવસર આપશે. તેમણે જણાવ્યું કે તેમાં મહારાષ્ટ્રના વિભિન્ન જિલ્લા તથા વિદ્યાર્થીઓ સામેલ થશે જે 25 અને 27 જુલાઇના રોજ પરીક્ષા આપવામાં અસમર્થન છે. મહારાષ્ટ્રના વિભિન્ન જિલ્લામાં ભારતે વરસાદ અને ભૂસ્ખલનના કારણે બધા વિદ્યાર્થી 20 અને 22 જુલાઇના રોજ જેઇઇ મેન 2021 ના ત્રીજા તબક્કાની પરીક્ષા આપી શક્યા નથી. 
 
તમને જણાવી દઇએ કે જેઇઇ મેન 2021 ની એપ્રિલમાં યોજાનાર ત્રીજા તબક્કાની પરીક્ષા અત્યારે યોજાઇ રહી છે. ત્રીજા તબક્કામાં 20 અને 22 જુલાઇના રોજ પરીક્ષા યોજાઇ ચૂકી છે. જ્યારે 25 અને 27 જુલાઇના રોજ થવાની બાકી છે. જેઇઇ મેન અને ચોથા તબક્કાની પરીક્ષા ઓગસ્ટના અંતિમ સપ્તાહ અને સપ્ટેમ્બરના પહેલાં સપ્તાહમાં આયોજિત કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચિંતાજનક- ડેલ્ટાની કાંટ્રેક્ટ ટ્રેસિંગમાં મળી રહ્યા 100 ટકા લોકો માત્ર 4 દિવસમાં જ બનાવે છે શિકાર