Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2019 - અંતિમ બોલમાં મુંબઈ ઈંડિયંસનો 6 રને વિજય

IPL 2019 - અંતિમ બોલમાં મુંબઈ ઈંડિયંસનો 6 રને વિજય
, શુક્રવાર, 29 માર્ચ 2019 (12:15 IST)
મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની વચ્ચે ગુરૂવારના રોજ રમત દરમ્યાન આઇપીએલ મેચના અંતિમ બોલ પર વિવાદ ઉભો થઇ ગયો છે. મુંબઇના 187 રનોનો પીછો કરવા ઉતરેલી કોહલીની ટીમ બેંગલુરૂની જીત માટે છેલ્લાં બોલ પર 7 રનની જરૂર હતી. પરંતુ આ બોલ નો બોલ હોવા છતાંય બોલ ગણાવ્યો અને બેંગલુરૂની ટીમ 6 રનથી હારી ગઇ.
 
આ અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ 33 બોલ પર 48 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે પણ 24 બોલ પર 38 રનની ઇનિંગ રમી હતી. ડી કોક 23 રને બોલ્ડ થયો હતો. રોહિત અને ડી કોક વચ્ચે 54 રનની ભાગીદારી નોંધાઈ હતી.  રોહિત શર્મા 48 રને ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. યુવરાજ સિંહ 12 બોલમાં 23 રન ફટકારી આઉટ થયો હતો. તેણે 3 બોલમાં 3 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર 38 રને આઉટ થયો હતો. પોલાર્ડ 5 અને ક્રુણાલ 1 રને આઉટ થતા મુંબઈ મુશ્કેલીમાં મુકાયું હતું. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં અણનમ 32 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી હતી. કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 એપ્રિલથી વિજયા બેંક અને દેના બેંકનો વિલય બેંક ઓફ બરોડામાં થશે, જાણો તમારા પર શુ પડશે અસર