Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL-2018 Final - ચેન્નઈ સુપર કિંગ્સે ત્રીજી વખત IPL પર કર્યો કબ્જો, શેન વોટસન 117 રન બનાવી અણનમ રહ્યો

IPL-2018 Final - ચેન્નઈ સુપર કિંગ્સે ત્રીજી વખત IPL પર કર્યો કબ્જો,  શેન વોટસન 117 રન બનાવી અણનમ રહ્યો
, રવિવાર, 27 મે 2018 (23:10 IST)
આજે વાનખેડે સ્ટેડિયમ પર ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનના વિજેતા બનવા મેદાને ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 179 રનનો ટાર્ગેટ 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો 

ચેન્નઈ સુપર કિંગ્સ 2010, 2011 બાદ ત્રીજીવાર IPLમાં ચેમ્પિયન બન્યું છે. હૈદરાબાદે ચેન્નઈને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 10 બોલ સુધી શેન વોટસન ખાતું ખોલાવી શક્યો નહોતો, જેણે બાદમાં માત્ર 33 બોલ અડધી સદી અને 51 બોલમાં સદી ફટકારી હતી. વોટસન 117 રન બનાવી અણનમ રહ્યો હતો. જેમાં તેણે 11 ફોર અને 8 સિક્સ ફટકારી હતી..  IPLની એક સીઝનમાં બે સદી ફટકારનાર વોટસન ચોથો બેટ્સમેન બની ગયો છે. આ સાથે IPLના ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 
webdunia
આ પહેલા ચેન્નઈએ ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. SRHની શરૂઆત ખરાબ રહી અને મેચની બીજી ઓવરમાં શ્રીવત્સ ગોસ્વામી (5) રન આઉટ થયો. ગોસ્વામી બે રન લેવાના પ્રયાસમાં કર્ણ શર્માના થ્રો દ્વારા રનઆઉટ થયો હતો.  સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા. હૈદરાબાદ વતી કેપ્ટન કેન વિલિયમસને 47 રનનું યોગદાન આપ્યું હતું. યુસુફ પઠાણ 25 બોલમાં 45 રન બનાવી અણનમ રહ્યો હતો.  ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો  ચેન્નઈ IPLની 9 સિઝનમાં રમ્યું છે અને દરેક વખતે પ્લેઑફમાં ક્વૉલિફાય કર્યું જ છે.એટલું જ નહીં 9માંથી 8 વખત ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલ સુધી પહોંચ્યું છે અને 2 વખત ટ્રોફી જીતવામાં સફળ રહી.
webdunia
બીજી તરફ હૈદરાબાદ IPLની 6 સિઝન રમ્યું છે અને માત્ર 2 વખત જ ફાઈનલ સુધી પહોંચી શક્યું છે, જો કે 2016માં પહેલી વખત IPLની ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. અને આ વખતે બીજી વખત પહોંચ્યું છે ત્યારે પણ તેના પર સૌ કોઈની નજર રહેશે જ. IPL-2018માં બંને ટીમ વચ્ચે રમાયેલા ત્રણેય મુકાબલામાં ચેન્નઈએ હૈદરાબાદને હરાવી છે. લીગ મેચમાં હૈદરાબાદ સામે બે મેચ રમાઈ હતી અને મેચ ક્વૉલિફાયર મુકાબલામાં હૈદરાબાદને માત આપી ચેન્નઈએ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ- વે મોદી સરકાર તરફથી એક મોટી ભેટ છે, 11 હજાર કરોડથી બનેલી સ્માર્ટ હાઇવેના 10 વિશેષ મુદ્દાઓ