IPL 11માં રવિવરે મોહાલીમાં રમાયેલ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને 4 રનથી હરાવીને ટૂર્નામેંટમાં પોતાની બીજી જીત નોંધાવી. પંજાબ તરફથી આ મેચના હીરો રહ્યા તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ. ક્રિસ ગેલ આ ટૂર્નામેંટમાં પહેલીવાર ક્રીઝ પર ઉતર્યા અને 33 બોલ પર ધુઆંધાર 63 રન બનાવ્યા.
આ મેચમાં ગેલે પોતાના આઈપીએલ ઈતિહાસના બીજા સૌથી ઝડપી ફિફ્ટી પણ બનાવ્યા. ગેલે 22 બોલમાં પોતાની હાફ સેંચુરી મારી. આ પહેલા ગેલે 17 બોલમાં હાફ સેંચુરી લગાવી હતી. ગેલની તોફાની બેટિંગને કારણે પંજાબની ટીમે ચેન્નઈ સામે 198 રનનુ વિશાળ લક્ષ્ય મુક્યુ. આ લક્ષ્યનો પીછો કરવ ઉતરેલી મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ 20 ઓવરમાં ફક્ત 193 રન જ બનાવી શકી. મેચની અંતિમ બોલમાં સિક્સર લગાવીને પણ ધોનીની ટીમને આ ટૂર્નામેંટમાં પહેલીવાર હારનો સામનો કરવો જ પડ્યો.
પોતાની ધમાકેદાર રમત પછી તેમની ટીમ સાથે તેઓ પણ ખૂબ ખુશ લાગી રહ્યા હતા. મેચ દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેઓ સ્ટૈંડ્સમાં ઉભા થઈને ઠુમકા મારતા જોઈ શકાય છે. ગેલ શર્ટ વગર કૈમેરા પર પોતાના ડાંસનો જલવો બતાવી રહ્ય છે. ગેલનો આ શર્ટલેસ ડાંસ ત્યારે જોવા મળ્યો જ્યારે ચેન્નઈની ટીમની હાર લગભગ નક્કી થઈ ગઈ હતી.