થોડા દિવસો પહેલા પાકિસ્તાનના એક ટ્રેન ડ્રાઈવરે દહીં ખરીદવા માટે ટ્રેન રોકી હતી. આ બધું ત્યારે થયું જ્યારે ડ્રાઇવરે લાહોરના એક રેલવે સ્ટેશન પાસે આવુ કર્યું. આ બાબત લોકોના ધ્યાને આવતાં જ ખળભળાટ મચી ગયો હતો. તાજેતરમાં જ ભારતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં એક ટ્રેન ડ્રાઈવરે કચોરી ખાવા માટે ટ્રેન રોકી હતી.
ઉલ્લેખનીય છે કે આ ઘટના રાજસ્થાનના અલવર જીલ્લાની છે. એનડીટીવીએ પોતાની એક રિપોર્ટમાં એક વાયરલ વીડિયોના હવાલાથી દાવો કર્યો છે કે આ ઘટના અલવર સ્થિત એક સ્ટેશનની પાસે જોવા મળી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાથમાં કચોરીનુ પેકેટ લઈને ઉભો છે. થોડીવાર પછી એક ટ્રેન ત્યાં પહોંચે છે અને તે વ્યક્તિ કચોરીનું પેકેટ એન્જિનના ડ્રાઈવરને પકડાવી દે છે અને કચોરી લેતાની સાથે જ ટ્રેન દોડવા માંડે છે
વીડિયોમાં જોઈને લાગે છે કે તે વ્યક્તિ પહેલાથી જ જાણતો હતો કે ડ્રાઈવર ટ્રેન રોકશે તે પણ દેખાઈ રહ્યું છે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કચોરીના ચક્કરમાં ફાટક બહાર લોકોને રાહ જોવી પડી હતી. આ દરમિયાન ઘણા લોકોએ આ દ્રશ્ય પોતાના કેમેરામાં રેકોર્ડ કર્યું અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું.
હાલમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોને પાકિસ્તાનના તે ડ્રાઈવરની યાદ આવી ગઈ જેણે થોડા દિવસ પહેલા આવું પરાક્રમ કર્યું હતું. તે પાકિસ્તાની ડ્રાઈવરે લાહોરના રેલવે સ્ટેશન પર દહીં ખાવા માટે ટ્રેન રોકી હતી. જો કે તે કેસમાં તપાસ બાદ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. અત્યારે વાઇરલ વિડિયો અહીં જુઓ..