Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાતોરાત ગાયબ થઈ જશે ઘૂંટણનો દુખાવો, બસ અપનાવો આ ઘરેલુ ઉપાયો

રાતોરાત ગાયબ થઈ જશે ઘૂંટણનો દુખાવો, બસ  અપનાવો આ ઘરેલુ ઉપાયો
, સોમવાર, 19 જૂન 2023 (07:02 IST)
આપણી ખરાબ લાઇફસ્ટાઈલ અને ખોટી ખાનપાનની આદતોના કારણે આપણું શરીર અનેક રોગોનો શિકાર બની જાય છે. આમાંની એક નાની ઉંમરે ઘૂંટણનો દુખાવો છે. આ સમસ્યા મોટે ભાગે વૃદ્ધ લોકોને થાય છે. પરંતુ આજકાલ આ સમસ્યા કેટલાક યુવાનોમાં પણ જોવા મળે છે. જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો સમસ્યા વધી પણ શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેના વિશે.
 
કેમ થાય છે ઘૂંટણમાં દુખાવો ? 
યુવાનોમાં ઘૂંટણનો દુખાવો અધિક પ્રયોગ અને  ખરાબ લાઇફસ્ટાઈલને કારણે થાય છે. મોટેભાગે આવું ત્યારે થાય છે જ્યારે અમુક માંસપેશીઓ અન્ય માંસપેશીઓ કરતાં વધુ કામ કરે છે. આવી સ્થિતિમાં અસંતુલનને કારણે ઘૂંટણનો દુખાવો શરૂ થાય છે. બીજી તરફ, જો આપણે મુખ્યરૂપે વાત કરીએ તો, ઘૂંટણમાં દુખાવો ટેડઈનાઈટીસ, સંધિવા, ઓસ્થિયોઆર્થરાઈટિસ, બર્સાઈટિસ જેવી મેડીકલ કંડીશનને કારણે થાય છે
 
એપલ વિનેગરનો ઉપયોગ કરો
જો તમને તમારા ઘૂંટણમાં વધુ દુખાવો થતો હોય અને ચાલવામાં તકલીફ થતી હોય તો તમારા આહારમાં એપલ સાઇડર વિનેગરનો સમાવેશ કરો. ઉલ્લેખનીય છે કે એપલ વિનેગરમાં એવા ઘણા ઔષધીય ગુણો હોય છે. જે તમને ઘૂંટણના દુખાવામાં રાહત આપી શકે છે. આ માટે તમારે જમતા પહેલા એક ચમચી એપલ વિનેગર ગરમ પાણીમાં મિક્સ કરીને પીવું પડશે.
 
લીંબુ અને તલના તેલનો ઉપયોગ
લીંબુ અને તલનું તેલ પણ સોજો અને દુખાવો ઘટાડવામાં મદદરૂપ છે. કારણ કે લીંબુમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પીડાને ઘટાડે છે. આ માટે 2 ચમચી તલના તેલમાં લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ ઘૂંટણ પર હળવા હાથે માલિશ કરો. તેનાથી તમને ઘણી રાહત મળશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rathyatra wishes 2023- "રથયાત્રા" ના શુભ દિનની અનેક શુભેચ્છાઓ