Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Acidity થી બચવુ છે તો જરૂર અજમાવો આ ઘરેલુ નુસ્ખા

Acidity થી બચવુ છે તો  જરૂર અજમાવો આ ઘરેલુ નુસ્ખા
, સોમવાર, 5 જૂન 2023 (17:54 IST)
એસિડીટી એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે દરરોજ કોઈક ને કોઈકને થાય છે. જ્યારે એસીડીટી થાય છે ત્યારે છાતીમાં બળતરા થવા લાગે છે. 
 
ખોરાકનુ યોગ્ય રીતે પાચન થતુ નથી જ્યાર પછી ગભરાહટ, ખાટા ઓડકાર સાથે ગળામાં બળતરા થાય છે. જો તમને એસીડીટી, પેટનો દુખાવો અને ગેસ જેવી સમસ્યા છે તો જરૂર અજમાવો. આ ઘરેલુ નુસ્ખા અને એસીડીટીથી રાહત મેળવો. 
 
- ખાલી પેટ રોજ સવારે લીંબૂ પાણી પીવો. તેનાથી તમારા પેટમાં ક્યારેય એસીડીટી નહી થાય. તમે આને પીને તમારુ વજન પણ ઘટાડી શકો છો.  
 
- ગ્રીન ટી ચા પીવાને બદલે ગ્રીન ટી પીવો. કારણ કે તેમા એંટીઓક્સીડેંટ હોય છે જે ઈંફેક્શન અને એસીડીટીને જલ્દી ઠીક કરે છે.  તમે ગ્રીન ટી માં લીંબૂનો રસ પણ મિક્સ કરી શકો છો. 
 
- એસીડીટીનો પેટનો દુખાવો દૂર કરવા માટે ફ્રિજમાં મુકેલુ ઠંડુ દૂધ કામ આવી શકે છે. જો રાત્રે એસીડીટી બને તો ઠંડુ દૂધ પીવો. 
 
- એપ્પલ સાઈડર વેનિગર એક ગ્લાસ ઠંડા પાણીમાં 1 નાની ચમચી એપ્પલ સાઈડર વેનિગર મિક્સ કરો અને ધીરે ધીરે ધીરે પીવો. અનાથી તમારા પેટને રાહત મળશે અને ઈંફ્કેશન પર દૂર થશે. 
 
-છાશ કે મઠ્ઠો છાશમાં એક ચપટી મીઠુ નાખીને પીવો. તમને 5 મિનિટમાં જ રાહત મળી જશે. તેમાં કાળા મરી નાખ્યા વગર જ પીવો. 
 
-ચોખાનું પાણી - ચોખાને ખુલ્લા તપેલીમાં બનાવો. તેનુ પાણી કાઢીને તેમા લીંબૂનો રસ મિક્સ કરો. આ પીવો અને એસીડીટીથી રાહત મેળવો. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

High Heels: ફેશનના ચક્કરમાં હાઈ હીલ્સ પહેરવાના શોખ છે? જાણી લો તેના મોટા નુકશાન