Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મગની દાળ - બીપી કરશે કંટ્રોલ અને વજન પણ ઉતારશે

mung daal
, મંગળવાર, 14 નવેમ્બર 2023 (18:23 IST)
સામાન્ય રીતે કોઈ બીમાર હોય અથવા કોઈનું પેટ ખરાબ થયુ હોય ત્યારે મગની દાળનુ સેવન કરે છે. પણ મગની દાળનું સેવન  અન્ય દાળની જેમ હંમેશા કરવુ જોઈએ. મગની દાળ હંમેશા અન્ય દાળની જેમ ખાવી જોઈએ. તેના સેવનના ઘણા ફાયદા છે. મગ દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને આંખની નીચેના ડાર્ક સર્કલને ઘટાડે છે.
 
મગની દાળના ફાયદા
-મગ દાળમાં  અને ફોસ્ફરસ મગ દાળમાં જોવા મળે છે. દરરોજ તે ખાવાથી ચહેરાના કરચલીઓ ઓછી થાય છે. આ સિવાય મગની દાળ ચહેરા પરના ડાઘને ઓછા કરે છે. આ સિવાય તે આંખ નીચે આવતા ડાર્ક સર્કલમાં પણ ઘટાડો કરે છે.
 
- મગની દાળમાં પુષ્કળ પ્રમાણમાં કોપર પણ મળી આવે છે. દૈનિક સેવનથી વાળ મજબૂત  થાય છે. મગની દાળ આપણા મગજમાં કોઈ પણ અવરોધ વિના ઓક્સિજન પહોંચાડે છે, તેનાથી વાળના મૂળિયા પણ મજબૂત બને છે.
 
- મગની દાળ અપચો પણ દૂર કરે છે. તેમાં ફાઇબર હોય છે જે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટમાં ઉત્પન્ન થતા ગેસને અટકાવે છે. મગની દાળ ચરબી વધતા રોકે છે.  દરરોજ મગની દાળ ખાવાથી પણ બીપી કંટ્રોલ થાય છે. તે લોહીમાં મેગ્નેશિયમનું સ્તર પણ સંતુલિત રાખે છે.
 
- શરીરમાં કોલેસ્ટ્રોલ વધતા મગની દાળનુ સેવન કરવુ લાભકારી હોય છે. તે શરીરમાંથી વધારાનુ કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદગાર છે.
 
-5 જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે મગ દાળનું સેવન ફાયદાકારક હોઈ શકે છે, તેમાં 100 થી ઓછી કેલરી હોય છે અને તેને ખાધા પછી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેથી તમે વધારે કેલરી ન લો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળ દિવસ પર ભાષણ - Speech on Children's Day in Gujarati