Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી દરરોજ વાંચો હનુમાન ચાલીસા, Hanuman Chalisa વાચવાના ચમત્કારીક લાભ

આજથી દરરોજ વાંચો હનુમાન ચાલીસા, Hanuman Chalisa વાચવાના ચમત્કારીક લાભ
, સોમવાર, 26 એપ્રિલ 2021 (16:10 IST)
હનુમાન ચાલીસા વાંચવાથી હિમ્મત અને પ્રેરણા મળે છે. કહેવાય છે કે હનુમાન ચાલીસાને ભય, ડર, સંકટ કે વિપત્તિ આવતા વાંચવાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે.  હનુમાન ચાલીસાને મહાન કવિ તુલસીદાસ જીએ લખી હતી. તેઓ પણ ભગવાન રામના મોટા ભક્ત હતા અને હનુમાનજીને ખૂબ માનતા હતા. તેમા 40 છંદ હોય છે. જેના કારણે તેને ચાલીસા કહેવામાં આવે છે. જેકોઈપણ તેનો પાઠ કરે છે તો તેને ચાલીસા પાઠ બોલાય છે. શુ હનુમાનજીનો એક પુત્ર હતો ? આવો જાણીએ...
 
હિંદુ ધર્મમાં હનુમાન ચાલીસાનુ મહત્વ વધુ છે. ચાલો જાણીએ તેના મહત્વ વિશે...
 
હનુમાનજીની સ્ટોરી - હનુમાન ચાલીમાં ભગવાન હનુમાનના જીવનનો સાર છુપાયો છે. જેને વાચવાથી જીવનમાં પ્રેરણા મળે છે. આ ફક્ત તુલસીદાસજીના વિચાર જ નથી પણ તેમનો અતૂટ વિશ્વાસ છે. તેમના આ જ વિશ્વાસને કારણે ઔરગઝેબે તેમને બંદી બનાવી લીધા હતા. ત્યા જ બેસીને તેમણે હનુમાન ચાલીસા લખી હતી.
 
ક્યારે વાંચશો હનુમાન ચાલીશા - કહેવાય છે કે હનુમાન ચાલીસાને ભય, ડર, સંકટ કે વિપત્તિ આવતા વાંચવાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે.
 
શનિનો પ્રભાવ દૂર કરવામાં - જો કોઈ વ્યક્તિ પર શનિનુ સંકટ છવાયુ છે તો એ વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી તેના જીવનમાં શાંતિ આવે છે.
 
ખરાબ શક્તિઓને દૂર ભગાડવામાં - જો કોઈ વ્યક્તિને ખરાબ શક્તિઓ પરેશાન કરે છે તો તેણે ચાલીસા વાચવાથી મુક્તિ મળી જાય છે.
 
ક્ષમા માંગવા માટે - કોઈપ્ણ અપરાધ કરવા પર જો તમને પછતાવો થતો હોય અને ક્ષમા માંગવા ઈચ્છતા હોય તો ચાલીસાનો પાઠ કરો.
 
બાધા દૂર કરવામાં - ભગવાન ગણેશની જેમ હનુમાનજી પણ કષ્ટ હરનારા છે. આવામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ લાભ થાય છે.
 
તનાવ મુક્તિ - હનુમાન ચાલીસા વાંચવાથી મન શાંત થાય છે તણાવ મુક્ત થઈ જાય છે.
 
સુરક્ષિત યાત્રા - સુરક્ષિત યાત્રા માટે હનુમાન ચાલીસન પાઠ કરો. તેનાથી લાભ મળે છે. અને ભય નથી લાગતો.
 
ઈચ્છાઓની પૂર્તિ માટે કોઈ પ્ણ પ્રકારની ઈચ્છા થતા ભગવાન હનુમાનના ચાલીસા પાઠ કરવાથી લાભ થાય છે.
 
દૈવીય શક્તિ - હનુમાન ચાલીસનો પાઠ કરવાથી દૈવીય શક્તિ મળે છે. તેનાથી સુકુન મળે છે.
 
બુદ્ધિ અને બળ - હનુમાનજીની બુદ્ધિ અને બળના ઈશ્વર છે. તેમનો પાઠ કરવાથી આ બંને મળે છ્
 
વ્યક્તિને સદ્દબુદ્ધિ આપવામાં - હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કુટિલથી કુટિલ વ્યક્તિનુ મન પણ સારુ થઈ જાય છે.
 
એકતા વધારવામાં - હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી એકતાની ભાવનાનો વિકાસ થાય છે.
 
નકારાત્મકતા દૂર - હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મતાની ભાવના દૂર થાય છે. અને મનમાં સકારાત્મકતા આવે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hanuman Jayanti 2021- હનુમાન જયંતી પર શનિ મકર રાશિમાં જાણો કેવું છે ગ્રહોના યોગ, હનુમાન જયંતી પૂજા મૂહૂર્ત