Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોટાભાગના લોકો જુએ છે આ સપના.. શુ તમે પણ જુઓ છો તો જાણો શુ હોય છે તેનો અર્થ

મોટાભાગના લોકો જુએ છે આ સપના.. શુ તમે પણ જુઓ છો તો જાણો શુ હોય છે તેનો અર્થ
, શનિવાર, 26 ડિસેમ્બર 2020 (09:16 IST)
આપણે બધા મોટાભાગે સપના જોઈએ છીએ. આમ તો જુદા જુદા સપના જોતા હોઈએ છીએ. પણ કેટલાક સપના એવા છે જે મોટાભાગના લોકો જુએ છે.  આવો જાણીએ કયા છે એ સપના અને સ્વપ્ન શાસ્ત્ર મુજબ શુ હોય છે  તેનો મતલબ ? 
 
1. ખુદના મૃત્યુનુ સપનું -  આ સપનાને લઈને ચિંતિત થવાની જરૂર નથી કારણ કે આ ઈશારો છે કે હવે તમે આગળ વધશો અને સફળતા મેળવશો. જો કોઈ પ્રિયના મૃત્યુનુ સપનું જુઓ તો સમજી જાવ કે જલ્દી તેમના જીવનમાં કંઈક નવુ અને સારુ થવાનુ છે. 
 
2. કોઈ પીછો કરી રહ્યુ છે - તેનો અર્થ છે કે અવચેતન મન ઈશારો રહ્યુ છે કે તમે કોઈ મહત્વના સંબંધો કે સ્થિતિને નજરઅંદાજ કરવાન પ્રયત્ન કરી રહ્યા છો. પણ તેના વિચારો છોડી શકતા નથી. સમસ્યાથી ભાગવાને બદલે તેનો સામનો કરો. 
 
3. સપનામાં પાણી દેખાવવુ - સપનામાં પાણી દેખાવવુ ખૂબ સામાન્ય છે. જો તમે સ્થિર પાણી જેવુ કે તળાવ કે સરોવર જુઓ છો તો આ જીવનની એકરસતા તરફ ઈશારો કરે છે. નદી મતલબ વહેતુ પાણી દેખાય તો તેનો મતલબ છે કે તમારું જીવન સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યુ છે.  
 
4. ઊંચાઈ પરથી પડવુ - આ સપનુ જીવનના ખોટા કામ કે અસંતુષ્ટિની ભાવના તરફ ઈશારો કરે છે. શક્ય છે કે કોઈ વાતના ભયને કારણે તમને વારે ઘડીએ આવુ સપનુ દેખાય રહ્યુ હોય. આવી સ્થિતિમાં સૌ પહેલા તમારી પરેશાનીનુ કારણ શોધો પછી તેનો ઉપાય કરો. 
 
5. દાંત તૂટી જવો -  દાંતનો સંબંધ આત્મવિશ્વાસ સાથે છે. જે લોકો પોતાની સુંદરતાને લઈને ખૂબ વધુ સજાગ હોય છે તેમને આ પ્રકારના સપના આવે છે.  જો તમે અનુભવો કે સામેવાળો તમારા વિશે સારુ નથી વિચારી રહ્યો તો પણ આવા સપના આવે છે. 
 
6. સપનામાં સમુદ્ર દેખાવવુ - સપનામાં સમુદ્ર દેખાય તો તેનો મતલબ છે કે  તમારી કોઈ પરેશાનીનો જલ્દી જ અંત આવવાનો છે.  ઝરણામાં પલળવાનુ દ્રશ્ય પણ નિકટ ભવિષ્યમાં શુભ સમાચાર તરફ ઈશારો કરે છે. ગંદુ પાણી દેખાય તો ખોટી સોબતમાં ફસાય શકો છો. 
 
7. મોડુ થવુ કે ટ્રેન છૂટવી - મોડુ થઈ જવાનું સપનુ બતાવે છે કે કોઈ વિશેષ કાર્યમાં ગડબડી થવાની આશંકાથી તમે પરેશાન છો.  ઘણીવાર મોડી થવાને કારણે ટ્રેન છૂટી જવાનુ સપનું પણ દેખાય છે. આ કોઈ કામની નિષ્ફળતા તરફ ઈશારો કરે છે.  
 
8. દગો ખાવો સારો છે - જો સપનામાં ખુદને દગો મળતો દેખાય તો સમજી લો કે  તમારી કોઈ મોટી પરેશાનીનો જલ્દી અંત થવાનો છે. એ પણ બની શકે કે તમને પરેશાન કરનારો વ્યક્તિ તમારાથી દૂર જવાનો છે. જીવનમાં સુખ આવવાનુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mokshda Ekadashi 2020: મોક્ષદા એકાદશી આજે, કરો આ ઉપાય ભગવાન વિષ્ણુનો મળશે આશીર્વાદ