Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી રેસીપી- મસાલા ભીંડાનું શાક

ગુજરાતી રેસીપી- મસાલા ભીંડાનું શાક
, શુક્રવાર, 29 માર્ચ 2019 (15:19 IST)
ભરેલાં ભીંડાં
 
 
સામગ્રી - 500 ગ્રામ ભીંડા, સીંગદાણા 50 ગ્રામ, લાલ મરચું એક ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, એક ચમચી લસણનું પેસ્ટ. 50 ગ્રામ તેલ, સમારેલી કોથમીર અને એક ચમચી જીરું. 
 
રીત - ભીંડાંને ધોઈને લૂછીં નાખો અને તેના દીઠાં કાઢી ઉભાં કાપા પાડી મૂકો. સીંગદાણાને સેકી સાફ કરી તેનો ભૂકો કરો. આ ભૂકામાં મરચું, મીઠું, ગરમ મસાલો,હળદર અને લસણનું પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરો. હવે આ મસાલાને ભીંડીમાં ભરો. બધી ભીંડી ભરાય જાય કે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ તતડે કે તેમાં જીરું નાખી ભીંડી વધારી હલાવી દો. ધીમાં આંચ પર મૂકી ઢાંકી દો. 10 મિનિટ પછી ઉતારી ઉપર સમારેલી કોથમીર ભભરાવી ભાખરી સાથે 
સર્વ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી- ટ્મેટો મસાલા ચાટ