Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી રેસીપી- ટ્મેટો મસાલા ચાટ

ગુજરાતી રેસીપી- ટ્મેટો મસાલા ચાટ
, શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (12:11 IST)
સામગ્રી - અડધો કપ ફણગાવેલી દાળ, 8 ટામેટાં, 1 પીસેલી ડુંગળી, 1 છીણેલું ગાજર, પીસેલું લીલું મરચું, સ્વાદાનુસાર મીઠું, બ્રેડનો ભૂક્કો, ચાટ મસાલો, લીંબુનો રસ, સેવ, કાપેલી કોથમીર.
બનાવવાની રીત - ટામેટાને ધોઇને બે ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ અંદરનો પપ્લ ચમચીની મદદથી કાઢી લો. એક વાટકામાં ફણગાવેલી દાળ(કોઇપણ કઠોળ લઇ શકો), ડુંગળી, ગાજર, લીલું મરચું એકસાથે મિક્સ કરો. હવે તેમાં લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરી મિક્સરમાં સારી રીતે મિક્સ કરો જેનાથી શાકભાજીમાં મસાલો સારી રીતે ભળી જાય. એક પ્લેટમાં કાપેલા ટામેટા મૂકો અને તેમાં મિશઅરણને ભરી લો. ઉપરથી બ્રેડનો ભૂકો ભભરાવો. હવે તેને સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો.
 
નોંધ - આ ચાટને બનાવીને તરત જ સર્વ કરી દેવી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં ઉધરસ, છાતીમાં જકડવું અને થાક જેવા હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.