Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Monsoon Health Tips- ચોમાસામાં શુ ખાવુ જોઈએ અને શું નહીં

Monsoon Health Tips- ચોમાસામાં શુ ખાવુ જોઈએ અને શું નહીં
, શનિવાર, 11 જૂન 2022 (00:15 IST)
Monsoon Health Tips- ચોમાસુ એટલે ભેજ..પાણી અને કીચડ. 
આ ઋતુમાં આપણી આસપાસની દરેક વસ્તુ પર કીટાણુઓ હોય છે. તેથી આપણે ચોમાસમાં જલ્દી બીમાર પડીએ છીએ. ચોમાસામાં શરીર સાથે ખાવાપીવાની વસ્તુઓને લઈને પણ ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે.
 
ચોમાસામાં ખૂબ જ હળવો ખોરાક ખાવો જોઈએ કારણ કે
ઋતુમાં જઠરાગ્નિ નબળો પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરના દોષોમાં બેલેન્સ રહેતુ નથી.
સામાન્ય રીતે આપણે જ ખોરાક કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ, પણ ઋતુના ફેરફારના કારણે નબળો પડેલ જઠરાગ્નિ, ખોરાકને બરાબર પચાવી ના 
webdunia
શકવાને કારણે આમદોષ પેદા થાય છે અને તે પિત્તને ઝડપથી બગાડીને એસિડીટી, તાવ, માથાનો દુ:ખાવો, શીળસ વગેરે સમસ્યાઓ પેદા કરે છે, માટે જ, મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ- નિયમો આ સમયગાળામાં આપતાં હશે ને ?
 
શુ ખાવુ જોઈએ ?
-તાવ, શરદી, એસિડિટી જેવા રોગોથી બચવા માટે, તાજો રાંધેલો, ઘરનો ખોરાક લેવો.
- ખોરાકને 10% ઓછો લેવાથી સરળતાથી પચી જાય છે. તાવ આવે ત્યારે હલકો પ્રવાહી ખોરાક અને સંપૂર્ણ શારીરિક અને માનસિક (લેપટોપ, મોબાઇલ, ફોનને દૂર રાખવા) 
 
આરામ અત્યંત જરૂરી છે.
- સિઝન પ્રમાણેનાં પાકા મીઠાં ફળો, સફરજન, દાડમ વગેરે લેવાં.
 
શુ ન ખાવુ જોઈએ ?
- ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં
 
-અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિત્ઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં. બહારના ભોજનને ‘ના’ પાડવી. વાસી ખોરાક : અત્યારનાં ઓવન 
 
અને પેકિંગના જમાનામાં વાસી ખોરાકને ઓળખવો મુશ્કેલ છે, માટે થોડા સજાગ રહીને વાસી ખોરાકને અને તેના દ્ધારા Toxinsને તમારા પેટમાં જતાં રોકો.
- પાણી ઉકાળીને પીવું.
- આ ઋતુમાં પ્રવાસ જવાનુ પણ ટાળવુ જોઈએ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ દેશી ગેમ આપશે PUBG ને ટક્કર