Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 રૂની નવી નોટ આવી રહી છે, ગવર્નર શક્તિકાંત દાસના હશે હસ્તાક્ષર, જાણો 10 રૂની નવી નોટના ફિચર્સ

10 રૂની નવી નોટ આવી રહી છે, ગવર્નર શક્તિકાંત દાસના હશે હસ્તાક્ષર, જાણો 10 રૂની નવી નોટના ફિચર્સ
મુંબઈ. , મંગળવાર, 21 મે 2019 (14:02 IST)
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) 10 રૂપિયાની નવી નોટ જલ્દી રજુ કરશે.  જેના પર ગવર્નર શક્તિકાન્ત દાસના હસ્તાક્ષર રહેશે.  કેન્દ્રીય બેંકે નિવેદનમાં કહ્યુ છે કે રિઝર્વ બેંક મહાત્મા ગાંધી શ્રેણીમાં 10 રૂપિયાની નવી નોટ રજુ કરશે. જેના પર ગર્વનર શક્તિકાંત દાસના હસ્તાક્ષર રહેશે. 
 
આ નોટની ડિઝાઈન મહાત્મા ગાંધી શ્રેણીના પૂર્વ પ્રચલિત 10 રૂપિયાના બેંક નોટ જેવા જ રહેશે.  કેન્દ્રીય બેંકે કહ્યુ કે પૂર્વમાં રજુ 10 રૂપિયાના બધા નોટ યથાવત ચલણમાં રહેશે. 
 
ગયા વષે રજુ થઈ હતી નવી નોટ 
 
બેંકે ગયા નાણાકીય વર્ષમાં 20 રૂપિયાની નવી નોટ રજુ કરી હતી.  આ પહેલાથી ચાલી રહેલ નોટોના મુકાબલે આકારમાં નાની હતી. આ નોટનો આકાર પણ 2000, 500, 100, 50 અને 20 રૂપિયાની નવી નોટ જેવો કરવામાં આવ્યો હતો. જ્યારે આ 10 રૂપિયાની નોટ રજુ કરવામાં આવી ત્યારે તેમા તત્કાલીન ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હતા. જો કે ઉર્જિત પટેલે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજીનામુ આપી દીધુ હતુ અને તેના સ્થાન પર શક્તિકાંત દાસને ત્રણ વર્ષ માટે આરબીઆઈના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. 
 
નોટના આ છે ફીચર્સ 
 
- 10 રૂપિયાની નવી નોટ ચૉકલેટ બ્રાઉન કલરની છે. 
- જેના પાછળના ભાગમાં ભારતની સાંસ્કૃતિક ઘરોહર કોણાર્કના સૂર્ય મંદિરનુ ચિત્ર છે. 
- વચ્ચે મહાત્મા ગાંધીજીની તસ્વીર અને જમની બાજુ અશોક સ્તંભ બનેલો છે. 
- ડાબી બાજુ સૌથી ઉપર નંબર પૈનલ પર અંક નાનાથી મોટા ક્રમમાં બનેલો છે. 
- નોટ પર છપાયેલ વર્ષ અંકિત છે. 
- નોટના જમણી બાજુ નીચેના ભાગમાં 10 રૂપિયા લખેલુ છે અને નોટની ડાબી બજુ દેવનાગરીમાં 10 રૂપિયા લખેલુ છે. 
- નવી નોટમાં જુદા જુદા સ્થાન પર નાના શબ્દમાં RBI, ભારત, INDIA અને 10 રૂપિયા લખ્યુ છે. 
- નોટની પાછળના ભાગમાં ડાબી બાજુ નોટ છાપવાનુ વર્ષ લખેલુ છે અને સ્વચ્છ ભારતનો નારો પણ લખેલો હશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rajeev gandhi death anniversary -રાજીવ ગાંધીના વિશે 10 ખાસ વાતોં