ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યારે રીઝર્વ બેંકના નવા નિમાયેલા ગવર્નર શક્તિકાંત દાસની નિમણૂંક પર વ્યંગ કર્યો છે. તેમણે ટ્વિટરના માધ્યમથી કેન્દ્રની ભાજપ સરકારને ટોણો માર્યો છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે કે આરબીઆઈના નવા તરીકે નિયુક્ત થયેલા ગવર્નર શક્તિકાંત દાસે હિસ્ટ્રી વિષય સાથે એમ.એ. કરેલું છે. હું આશા રાખીને પ્રાર્થના કરું છું કે તેઓ પણ આરબીઆઇને એક હિસ્ટ્રી ન બનાવી દે. ભગવાન તેમનું ભલું કરે. હાલ સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને સરકાર રિઝર્વ બેંકની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહી હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે એ સંજોગોમાં જય નારાયણ વ્યાસની આ ટ્વીટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.