રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ ટૂંક સમયમં જ નવી નોટ રજુ કરવનઈ જાહેરાત કરી છે. મહાત્મા ગાંધી શ્રેણી હેઠળ રજુ થનારી આ નોટ પર ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર રહેશે.
રિઝર્વ બેંક તરફથી રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે 20 રૂપિયાની નવી નોટ થોડી ગ્રીન-પીળા રંગની રહેશે. નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને બતાવાનારી એલોરાની ગુફાઓનુ ચિત્ર છે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યુ છે કે 20 રૂપિયાની પહેલાથી ચલણમાં આવેલ બધી નોટ લીગર ટેંડરમાં કાયમ રહેશે. નવા નોટનો આકાર 63mmx129mm રહેશે.
નવા નોટમાં શુ..
સામેની બાજુ
1. સી થ્રૂ રજિસ્ટૅરમા67 20 રૂપિયા લખેલુ હશે
2. દેવનાગિરી લિપીમાં 20 લખ્યુ છે
3. વચ્ચે મહાત્મા ગાંધીની તસ્વીર
4. માઈર્કો લેટર્સમાં 'RBI', ભારત, 'INDIA' અને '20'
5. સુરક્ષા દોરા પર ભારત અને 'RBI'
6. ગેરંટી ક્લાઉઝ અને ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર
7. જમણી બાજુ અશોક સ્તંભ
પાછળના ભાગમાં
1. લેફ્ટ બાજુ નોટ પ્રિટિંગનુ વર્ષ
2. સ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગર
3. ભાષા પટ્ટી
4. એલોરાની ગુફાનુ ચિત્ર
5. દેવનાગીરીમાં 20 અંકિત