Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેપી બર્થડે શિલ્પા - 16 વર્ષની વયમાં આ advt.એ બનાવ્યુ શિલ્પાનુ કેરિયર

હેપી બર્થડે શિલ્પા - 16 વર્ષની વયમાં આ advt.એ બનાવ્યુ શિલ્પાનુ કેરિયર
, શનિવાર, 8 જૂન 2019 (18:01 IST)
બોલીવુડ અભિનેત્રી પર ભારતીય સુંદરના માપદંડ પર ખરુ ઉતરવાનુ કેટલુ પ્રેશર હોય છે એ આપણે બધા જાણીએ છીએ. પણ હવે સિનેમા ઈંડસ્ટ્રીની ફિટનેસ આઈક્ન શિલ્પા શેટ્ટીએ એક લાંબી પોસ્ટમા પોતાની આપવીતી લખીને અહીની પોલ ખોલી નાખી છે. 
 
બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોતાનુ દુખ બતાવતા લખ્યુ કે તે ડાર્ક, પાતળી અને લાંબી હતી તેથી તેને પરેશાની થઈ. 
 

શિલ્પાએ ગયા મહિને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને પોતાનુ દુખ વ્યક્ત કર્યુ હતુ. શિલ્પાએ ઈસ્ટાગ્રામ પર અત્યાર સુધીના પોતાના કેરિયરની યાત્રા વિશે વિસ્તારથી લખતા પોતાનુ દુખ સૌની સામે મુક્યુ.  જ્યારબાદ અનેક બોલીવુડ હસ્તીયોએ તેની સાથે સહમતિ દર્શાવી. 
 
webdunia

શિલ્પાની શરૂઆત - શિલ્પાએ પોતાના પોસ્ટમાં લખ્યુ .. હુ ડાર્ક લાંબી અને પાતળી છોકરી હતી. મે ગ્રેજ્યુએશન પછી માર પિતા સાથે કામ કર્યુ. જો કે મનમાં ને મનમાં કંઈક અલગ કંઈક મોટુ અને સારુ કરવા માંગતી હતી. પણ મે ક્યરેય નહી વિચાર્યુ કે હુ આ કરી શકુ છુ. પણ મે એક વાર બસ મજા લેવા માટે એક ફેશન શો માં પાર્ટીસિપેટ કર્યુ  ત્યારે મારી મુલાકાત એક ફોટોગ્રાફર સાથે થઈ જે મારા ફોટા પાડવા માંગતો હતો. મારી માટે આ કંફર્ટ જોનમાંથી બહાર આવવાની સારી તક હતી. મારા જે ફોટા ખેંચવામાં આવ્યા તે ખૂબ સારા હત જેને જોઈને હુ નવાઈ પામી. 
webdunia

શિલ્પાને આ શો પછી તરત જ માત્ર 16 વર્ષની વયમાં એક એડ મળી. જ્યારબાદ તેણે મોડેલિંગ શરૂ કર્યુ. 
 
ત્યારબાદ તેણે શાહરૂખ ખાન અને કાજોલ સ્ટાર ફિલ્મ બાજીગર દ્વારા બોલીવુડમાં પગ મુક્યો. પણ આ બ્લોક બસ્ટર ડેબ્યુ પછી શિલ્પાને દુબળા અને ડાર્ક હોવાના મહેણા સાંભળવા પડ્યા. તેને કામ મળવુ લગભગ બંધ થઈ ગયુ. 
 
webdunia
શિલ્પાએ તેની આગળ પોતાના જીવનનઓ સૌથી મોટો યુટર્ન લીધો. તે ઈંટરનેશનલ રિયાલિટે શો બિગ બ્રધરમાં પહોંચી અને ત્યાથી જીતીને આવી. ત્યારબાદથી આજ સુધી તેણે પાછળ વળીને નથી જોયુ.


શિલ્પાએ તેની આગળ પોતાના જીવનનઓ સૌથી મોટો યુટર્ન લીધો. તે ઈંટરનેશનલ રિયાલિટે શો બિગ બ્રધરમાં પહોંચી અને ત્યાથી જીતીને આવી. ત્યારબાદથી આજ સુધી તેણે પાછળ વળીને નથી જોયુ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજ્જુ જોક્સ - એક હતી પડોશન