Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સને મોટો આંચકો, દિગ્ગજ ખેલાડી થયો ઇજાગ્રસ્ત

gujarat titans
, રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (09:48 IST)
ઈન્ડિયન પ્રીમિયર લીગ 31 માર્ચથી શરૂ થઈ રહી છે. ઘણી ટીમોએ તેમના કેમ્પ પણ શરૂ કર્યા છે. પરંતુ IPL શરૂ થતા પહેલા જ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો એક મજબૂત ખેલાડી સિઝનની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થયો છે. માનવામાં આવે છે કે તે કેટલીક શરૂઆતી મેચોમાંથી પણ બહાર થઈ શકે છે.
 
આયર્લેન્ડના સ્ટાર ખેલાડી જોશ લિટલને ગુજરાત ટાઇટન્સે 4.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ સિઝનની શરૂઆત પહેલા તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જોશ લિટલ પાકિસ્તાન સુપર લીગમાં પણ ભાગ લઈ રહ્યો હતો, જ્યાં તેને એક મેચ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તેણે PASL પણ છોડવું પડ્યું હતું. જોશ લિટલ પાકિસ્તાન સુપર લીગ છોડીને પોતાના દેશ પરત ફર્યા છે. જ્યાં તે સ્વસ્થ થઈ જશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તે કેટલીક મેચોમાં ભાગ લઈ શકશે નહીં.
 
ખાસ વાત એ છે કે જોશ લિટલ આયરલેન્ડનો પહેલો ખેલાડી છે, જેને IPLમાં રમવાની તક મળી શકે છે. કારણ કે આઇપીએલમાં પ્રથમ વખત આઇરિશ ખેલાડીની પસંદગી થઇ છે. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. પરંતુ ગુજરાતે તેને 4.40 કરોડની મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો. પરંતુ આઈપીએલ શરૂ થતા પહેલા જ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
 
જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે જોશ લિટલ જલ્દી ફિટ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તે IPLની શરૂઆતની કેટલીક મેચો મિસ કર્યા બાદ ટીમમાં પાછા ફરી શકે છે. કારણ કે જો તેણે આઈપીએલનો કોન્ટ્રાક્ટ પૂરો કરવો હશે તો તેને ઈજામાંથી જલ્દી સાજો થઈ જશે. ખાસ વાત એ છે કે ગુજરાતને પણ જોશની જરૂર પડશે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ પોતાના ક્રિકેટથી બધાને પ્રભાવિત કર્યા છે. તેણે ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે હેટ્રિક પણ લીધી હતી. તેણે આખી ટૂર્નામેન્ટમાં 11 વિકેટ લીધી હતી.
 
IPLમાં ગુજરાતની ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), મેથ્યુ વેડ, મોહમ્મદ શમી, નૂર અહેમદ, શિવમ માવી, કેન વિલિયમસન, અભિનવ સદ્રંગાની, શુભમન ગિલ, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, અલઝારી જોસેફ, બી. સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, ડેવિડ મિલર, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, જોશ લિટલ, કેએસ ભરત, ઓડિન સ્મિથ, આર. સાઈ કિશોર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, યશ દયાલ, ઉર્વીલ પટેલ, મોહિત શર્મા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shocking - મામાની કાર નીચે ચગદાઇ સગી ભાણી