Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Birthday Sachin Tendulkar: જ્યારે મજબૂરીમાં સચિન બન્યા હતા વિકેટકીપર અને આંખ ફૂટતાં બચી ગઈ.. જાણો સચિન વિશે રોચક વાતો..

Happy Birthday Sachin Tendulkar: જ્યારે મજબૂરીમાં સચિન બન્યા હતા વિકેટકીપર અને આંખ ફૂટતાં બચી ગઈ.. જાણો સચિન વિશે રોચક વાતો..
, શુક્રવાર, 24 એપ્રિલ 2020 (18:54 IST)
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. આજે એટલે 24 એપ્રિલ 2020ના રોજ સચિને પોતાના જીવનના 47 વર્ષ પૂરા કર્યા છે. સચિને ભલે આજે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે પણ આજે પણ તે ક્રિકેટ ફેન્સના દિલ પર છવાયેલા રહે છે. ક્રિકેટમાં યોગદાન માટે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી ચુકેલા સચિન વિશે કેટલીક રોચક વાતો જણાવીશુ.. 
 
- સચિન રમેશ તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ દિલ્હીમાં થયો હતો. 
 
- તેના પિતા રમેશ તેંડુલકરે તેના ચહેરા સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પર મુકવામાં આવ્યુ હતુ. 
 
- તેણે પોતાના પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચ મુંબઈ માટે 14 વર્ષની વયમાં રમી 
 
- તેમના આંતરરાષ્ટ્રીય રમત જીવનની શરૂઆત 1981માં પાકિસ્તાન વિરુદ્ધ કરાંચીથી થઈ 
 
- પોતાના કેરિયરની શરૂઆતમાં સચિન ઝડપી બોલર બનવા માંગતા હતા 
 
- સચિને 12 વર્ષની વયમાં મજબૂરીમાં વિકેટકીપિંગ કરી હતી. એક બોલ મિસ થઈને સચિનને વાગી અને સચિન લોહી લુહાણ થઈ ગયા હતા. તેમની આંખ જરાક માટે બચી ગઈ હતી. 
 
- બેટ્સમેનના રૂપમા તેમણે પ્રથમ મેચમાં 0 રનનો સ્કોર બનાવીને આઉટ થયા હ્તા 
 
- સચિને પોતાની પ્રથમ સદી હૈરિસ શીલ્ટ ઈંટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેંટમાં બનાવી હતી. ત્યારે તેમની વય 12 વર્ષની હતી. 
 
- 14 વર્ષની વયમાં તેઓ રણજીમાં રમનારા સૌથી યુવા ખેલાડી બની ગયા 
 
- પોતાના પ્રથમ ચાર રણજી મેચોમાં સચિને 87ની સરેરાશથી 349 રન બનાવ્યા. 
 
- 15 વર્ષ, 7 મહિના, 17 દિવસ, સચિન આટલી વયના હતા જ્યારે તેમણે ભારતીય ટીમ તરફથી પ્રથમ સદી લગાવી. 
 
- સચિને હંમેશાથી જ ક્રિકેટર બનવાનુ સપનુ જોયુ હતુ, પણ ક્યારેય પોતાના અભ્યાસ તરફ નિષ્કાળજી નહોતી દાખવી. રણજી ટીમના પ્રવાસ પર તેઓ પોતાના પુસ્તકો સાથે લઈને જતા હતા. 
 
- વિશ્વકપમાં સચિને બે વાર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. 1996માં તેમણે 476 રન બનવ્યા. વર્ષ 2003ના વિશ્વકપમાં તેમણે 673 રન બનાવ્યા. 
 
- સચિનને એયરફ્રોર્સે ગ્રુપ કેપ્ટનની રૈંક આપીને તેમનુ સન્માન કરાયુ. 
 
- સચિન તેંડુલકર આમ તો ઓપનર બેટ્સમેન છે પણ તેમના કોચ રમાકાંત આચરેકરનુ કહેવુ હતુ કે તેઓ 4 નંબર પર બેટિંગ કરે છે તો ઘણુ સારુ રમે છે. 
 
- વન ડે ક્રિકેટમાં પહેલા બેટ્સમેન જેમણે ડબલ સેંચુરી લગાવી હોય. 
 
- સચિન તેંડુલકરને પદ્મ વિભુષણ એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મળી ચુક્યો છે. 
 
- સચિન તેંડુલકર ભારત રત્નના સૌથી મોટા દાવેદાર છે 
 
- રાજીવ ગાંધી વિશ્વવિદ્યાલય અને મૈસૂર તરફથી તેમને ડોક્ટરેટની ડિગ્રી મળી ચુકી છે. 
 
- સચિનને પોતાની 100 મી સદી માટે લાંબી રાહ જોવી પડી. તેમણે આ ઉપલબ્ધિ બાંગ્લાદેશ વિરુદ્ધ સદી લગાવીને પુરી કરી. 
 
- સચિનનો ફેવરેટ શોર્ટ તેની સ્ટ્રેટ ડ્રાઈવ છે. 
 
- સચિનને પોતાની પ્રથમ વનડે સદી માટે 79 મેચની રાહ જોવી પડી હતી. ત્યા સુધી તે 7 ટેસ્ટ સદી મારી ચુક્યા હતા. 
 
- સચિનની પત્ની કશુક ખાવુ અને પીવુ પસંદ નથી કરતી જ્યારે તે ક્રીઝ પર હોય છે.
 
- માસ્ટર બ્લાસ્ટરના નામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 18 હજાર 426 રન અને ટેસ્ટમાં 15 હજાર 921 રન છે. તે બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના નામે 34 હજાર 347 આંતરરાષ્ટ્રીય રન છે.
 
- સચિન તેંડુલકરે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે. તે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.
 
- સચિન 200 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. આ યાદીમાં સચિન પ્રથમ ક્રમે છે અને સ્ટીવ વો 168 ટેસ્ટ મેચ સાથે બીજા ક્રમે છે. 
-  માત્ર ટેસ્ટમાં જ નહીં, પરંતુ સચિન પાસે વિશ્વની સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમવાનો રેકોર્ડ પણ છે, સચિને 463 વનડે મેચ રમી છે. તેના પછી સનથ જયસૂર્યાનો નંબર આવે છે, જેમણે 445 વનડે મેચ રમી છે.
 
- સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર કે તેનાથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. આ સાથે જ તે વનડે ક્રિકેટમાં 10 હજાર બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ છે.
 
- તે વિશ્વનો ત્રીજો ખેલાડી અને ભારતનો પહેલો એવો ખેલાડી છે જેણે ટેસ્ટ રમનારા તમામ દેશો સામે સદી ફટકારી છે. તેના પહેલાં સ્ટીવ વો અને ગેરી કર્સ્ટન આવું કરી ચૂક્યા હતા.
 
- સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 76 વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. તે ટેસ્ટમાં 14 વખત અને વનડેમાં 62 વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના કોરોના હોટસ્પોટ વિસ્તારો સ્ટેજ-2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં