Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ayodhya's Ram Mandir: PM મોદી અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિનો અભિષેક કરશે, દેશભરમાં 7 દિવસ સુધી ઉજવાશે ઉત્સવ

ayodhya ram mandir
, શુક્રવાર, 2 જૂન 2023 (17:29 IST)
Ayodhya's Ram Mandir- રામ લલ્લાનો અભિષેક કરશે PM મોદી  - રામ મંદિર ટ્રસ્ટ આવતા વર્ષે મકરસંક્રાંતિના તહેવાર પર અથવા તેની આસપાસ રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ટ્રસ્ટના સભ્યોની તાજેતરમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
રામજન્મભૂમિ ખાતે ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન મોદીને વિનંતી પત્ર મોકલવામાં આવશે. આ પત્ર પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ હસ્તાક્ષર કરશે. 
 
તેમણે કહ્યું કે જાન્યુઆરી 2024માં રામલલાની મૂર્તિના અભિષેક પછી પૂજા માટે મંદિરનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે.
Edited By-Monica sahu

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vat purnima vrat muhurat 2023 - વટ પૂર્ણિમા વ્રતનુ શુભ મુહુર્ત