Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

Maharashtra Clashes- રામ મંદિરની બહાર ભયંકર હિંસા

રામ મંદિરની બહાર ભયંકર હિંસા
, ગુરુવાર, 30 માર્ચ 2023 (12:30 IST)
અહીંના કિરાડપુરામાં યુવકોના બે જૂથ રામનવમીના અવસર પર સામ-સામે ટકરાયા હતા, જે બાદ હિંસા ફાટી નીકળી હતી. તોફાની ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં બે પોલીસકર્મીઓ સહિત પાંચથી છ લોકો ઘાયલ થયા હતા. હિંસા રાત્રે 11.30 વાગ્યે શરૂ થઈ અને સવારે 3.30 વાગ્યા સુધી ચાલુ રહી હતી.
 
જણાવવામાં આવી રહ્યું છે કે બે યુવકોની લડાઈ બાદ બંને પંથ વચ્ચે મામલો ફેલાઈ ગયો હતો. આ પછી બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો અને રામ મંદિરની બહાર ડઝનબંધ વાહનોને આગ ચાંપી દીધી. આ દરમિયાન ભારે તોડફોડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસે લોકોને વિખેરવા માટે બળનો ઉપયોગ કરવો પડ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. હાલમાં આ વિસ્તારમાં તણાવનો માહોલ છે. તેને વધુ ન વધે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

9 વર્ષની ઈંસ્ટા ક્વીન, પિતાએ અભ્યાસ બદલ ઠપકો આપ્યો તો કરી લીધુ સુસાઈડ