કન્યા-ભાગ્યશાળી રત્ન
કન્યા રાશીની વ્યક્તિ માટે ભાગ્યશાળી પન્ના અને મોતી છે. માટે તેમણે બુધ ખરાબ હોય તો પન્ના પહેરવો જોઇએ. બુધવારે સોનાની વીટીમાં મઢાવીને ૩ કે ૬ રત્તીનું પન્ન બુધનું ધ્યાન ધરીને કનિષ્ઠા આંગળીમાં પહેરવું જોઇએ. વધારે તકલીફમાં તેમણે મૂંગા યા ઇંન્દ્રનીલ રત્ન પણ પહેરી શકે છે. ચંદનનું મૂળ પોતાની પાસે રાખવું અને બીજના ચંદ્રના દર્શન કરવા. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે કન્યા રાશી માટે સંગમશબ, જમ્બુમણિ અને પુખરાજ સારૂ ફળ આપે છે.