Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
મીન-સ્‍વભાવની ખામી
મીન રાશીની વ્‍યક્તિ સારી યોજનાઓ બનાવી શકે છે પરંતુ ઉત્‍સાહના અભાવથી ક્રિયાન્વિત થતી નથી. તેઓ ભવિષ્‍ય પ્રત્‍યે હંમેશા આશંકિત રહે છે. તેમો મિત્રોની કોઇ પણ સલાહ માની લે છે અને નુકશાન ઉઠાવે છે. તેમનામાં માનસિક અસ્‍િથરતાની ભાવના જોવા મળે છે. તેઓ ઉતાવળા અને ભાવુક હોય છે. તેઓ લાંબો વિચાર કર્યા વગર સૂક્ષ્‍મ નિર્ણય લઇ લે છે. તેમનો શંકાશીલ સ્‍વભાવ નુકશાનનું કારણ બને છે. ઉપાય- તકલીફના સમયે પુષ્‍પરાજ, ગોમેદ કે મોતીની વીટી પહેરવી અથવા ભારંગીનું મૂળ સાથે રાખવું. ગુરૂવાર અને સોમવારે ઉપવાસ કરવો. સત્‍યનારાયણની પૂજા કરવી અથવા જીવનમાં એક વખત સોળ સોમવારનું વ્રત અવશ્ય કરવું. સપ્તશતીનો પાઠ કરવો અને કુળ દેવતાના દર્શન અને પૂજા કરવાથી સારૂ ફળ મળે છે. ગાયત્રીનો જાપ અમૃત સમાન છે. ગુરૂવારનું વ્રત હંમેશા લાભકારી છે. કાંસુ, ચણાની દાળ, ઘી, ખાંડ, પીળુ કાપડ, હળદર, પીળા ફળ વગેરેનું દાન કરવું. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ બૃહસ્‍પતયે નમઃ - આ મંત્રનાં ૧૯,૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી કરવામાં સહાયતા મળે છે.

રાશી ફલાદેશ