Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia
કુંભ-પ્રેમ સંબંધ
કુંભ રાશિના જાતક અત્યંત કામુક, પ્રેમના મામલામાં ઉતાવળીયા અને ઊંડા પ્રેમી હોય છે. અગર તેમને સામેથી પ્રેમનો યોગ્ય બદલો ન મળે તો તેઓ સંતુષ્ટ નથી થતા. આ રાશિના લોકો પ્રેમના મામલામા કલ્પનાશીલ હોય છે. પ્રેમ તેમના માટે એક નવીન કલ્પનાનું દ્વાર હોય છે. તેમના વિરોધી લિંગના સાથી ચંચળ હોય છે. તેમને માનસિક ધરાતલ પર સમ્પર્ક રાખવો સારો લાગે છે, શારિરીક નહી. તેના કરણે તેમને સંતોષ મળી જાય છે. તેમને અંત:પ્રેરણા પર અધિક વિશ્વાસ હોય છે. વિજાતીય સંબંધ - કુંભ રાશિના લોકો વિજાતીયને આકર્ષિત કરે છે. તેમનો વ્યવહાર સુનિશ્ચિત નથી રહેતો. પોતાના સાથીને પ્રસન્ન રાખવાની પ્રવૃતિ તેમના માટે લાભકારી નથી હોતી. આ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ઊચા આદર્શોની સ્થાપના કરવા પ્રયાસ કરે છે.

રાશી ફલાદેશ