Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

વાસ્તુ શાસ્ત્ર - તુલસીનો છોડ કરમાઈ જાય તો સમજો આવશે આ મોટુ સંકટ

Vastu Tips
, મંગળવાર, 21 મે 2019 (18:06 IST)
તુલસીને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. તુલસીની પૂજા લગભગ દરેક હિન્દુ ઘરોમાં કરવામાં આવે છે.  શાસ્ત્રોમાં તુલસીને લક્ષ્મીનુ પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અક્ષરક્ષ એવુ વિવરણ મળે છે. ઘરમાં કોઈ સંકટ આવવાનુ હોય છે તો સૌ પહેલા ઘરની લક્ષ્મી મતલબ તુલસી કરમાવવા માંડે છે. 
 
આ મળી રહ્યા છે સંકેત 
લક્ષ્મી રૂપી તુલસીના કરમાવવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થવા માંડે છે. જે ઘરમાં દરિદ્રતા, અશાંતિ અને ક્લેશનુ વાતાવરણ રહે છે ત્યા ક્યારેય પણ લક્ષ્મીનો વાસ રહેતો નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવુ બુધ ગ્રહને કારણે થાય છે. 
 
બુધ ગ્રહને લીલી વસ્તુઓ સાથે જોડીને જોવામાં આવે છે. તેથી જો ઘરમાં આવેલ તુલસીનો છોડ સૂકાવવા માંડે અથવા સૂકાય જાય તો તેનો સીધો મતલબ હોય છે કે ઘરમાં બુધ ગ્રહનો પડછાયો મંડરાય રહ્યો છે. આ ઉપરાંત તુલસીને સૌભાગ્ય અને સમૃદ્ધિનુ પ્રતિક પણ માનવામાં આવે છે. તુલસીનો છોડ જ્યારે ઘરમાં કોઈ કારણથી કરમાય જાય તો તેનો મતલબ હોય છે લક્ષ્મી ખુશ નથી. ઘરની લક્ષ્મીની અપ્રસન્નતાની સ્થિતિમાં દરિદ્રતાનો ખૂણે ખૂણે વાસ થઈ જાય છે. 
 
વાસ્તુ શાત્રમાં તુલસીનુ મહત્વ 
 
વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીને મહત્વનુ સ્થાન આપવામાં આવ્યુ છે. વાસ્તુ મુજબ તુલસીને કોઈપણ પ્રકારના દોષથી મુક્ત રાખવા માટે તેને દક્ષિણ-પૂર્વથી લઈને ઉત્તર-પશ્ચિમ કોઈપણ સ્થાન સુધી લગાવી શકો છો. જો તુલસીના કુંડાને રસોડા પાસે મુકવામાં આવે તો કોઈપણ પ્રકારના ઝગડાથી મુક્તિ મેળવી શકાય છે.  જિદ્દી પુત્રની હઠ દૂર કરવા માટે પૂર્વ દિશામાં આવેલી બારીની સામે તુલસી મુકવી જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંગળવારના શુભ 10 ટોટકે- જય હનુમાન