અરુણ જેટલીએ બજેટ દરમિયાન સેલરીડ ક્લાસને રાહત આપવાની વાત કરી. તેમણે કહ્યુ કે ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. પણ 40 હજાર રૂપિયાનુ સ્ટેડર્ડ ડિડક્શન મળી શકશે. આ સાથે જ ટ્રાંસપોર્ટ અલાઉંસ અને મેડિકલ રિબંર્સમેંટ જેવી સુવિદ્યામાં કપાત કરવામાં આવી. સ્ટૈડર્ડ ડિડક્શનનો ફાયદો સેલરી મેળવનારાઓ ઉપરાંત પૈશન મેળવનારાઓને પણ મળી શકશે આવામાં લોકો એ જાણવા માંગી રહ્યા છેકે છેવટે આ સ્ટાર્ડેર્ડ ડિડક્શન શુ હોય છે અને તેનો ફાયદો કયો વર્ગ કેવી રીતે ઉઠાવી શકે છે.
શુ છે સ્ટૈડર્ડ ડિડક્શન ?
સ્ટૈડર્ડ ડિડક્શનનો મતલબ એ કપાતથી જે તમારી ઈનકમ મુજબ તમારા ખર્ચ અને રોકાણ પર વ્યક્તિગત રૂપે લાગે છે. તેનો ફાયદો એ છે કે તમારા કોઈ રોકાણ કે ખર્ચનુ બિલ રજુ નહી કરવુ પડે અને તમને ટેક્સમાં છૂટ મળી શકશે.
આ વાતને વધુ સહેલાઈથી સમજવુ હોય તો એવા તેને આ રીતે સમજી શક છો કે તમારી સેલેરીથી તમારી કંપની તમારી પોઝીશનના હિસાબથી એક નિશ્ચિત રાશિ કાપી લે છે. જ્યારબાદ તમારી કર યોગ્ય સેલેરી ઓછી થઈ જાય છે. આવામાં ટેક્સ લાગનારી રાશિ ઓછી થઈ જાય છે. તેનો ક્લેમ સેલેરી અને પૈશન મેળવનારા બંને કરી શકે છે.