મોદી સરકારનુ અંતિમ બજેટ ગુરૂવારે રજુ કરવામાં આવ્યુ. આખા દેશની નજર નાણાકીય મંત્રી અરુણ જેટલીના ભાષણ પર હતી. ભાષણ પછી જેટલીએ એક પછી એક અનેક જાહેરાત કરી. બજેટમાં આ વખતે સૌથી મોટી રાહતના રૂપમાં પેટ્રોલ ડીઝલના ભાવ 2 રૂપિયા સસ્તા કરવામાં આવ્યા છે. સરકારે તેના પર એક્સાઈઝ ડ્યુટીમાં કપાત કર્યો છે. ઘટેલા ભાવ આજ રાતથી લાગુ થશે.
બીજી બાજુ સરકારે અનેક એવી જાહેરાતો કરી જેમા અનેક વસ્તુઓ અને સેવા સસ્તી થઈ છે. તો અનેક વસ્તુઓ મોંઘી થઈ છે. આવો જાણીએ બજેટમાં શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ
મોંઘી વસ્તુઓ - કેન્દ્ર સરકારે આ બજેટ દ્વારા બાળકોના રમકડા, સ્માર્ટ ફોન ખરીદવુ મોંઘુ કર્યુ. ટીવી, ફુટવિયર, ઈંપોર્ટેડ ફર્નીચર, ઈલેક્ટ્રોનિક્સ, ફ્રૂટ પ્રોસેસિંગ અને પરફ્યુમ મોંઘા થયા છે.
બજેટમાં સરકારે અનેક વસ્તુઓ અને સેવાઓને સસ્તી કરી છે. જેમા કાચા કાજુ, CNG સિસ્ટમ, સોલર સેલ અને પેનલ મોડ્યૂલ બનાવવા માટે સોલર ટેમ્પર્ડ ગ્લાસ, દેશમાં તૈયાર હીરા, ફિંગર સ્કૈનર. સરકારે કાજુ પર વર્તમાન સીમા ચાર્જ 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દીધો છે.