Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સામાન્ય બજેટ 2018 - બિટકોઈન રાખનારાઓને જેટલીએ આપ્યો ઝટકો, થશે કરોડોનુ નુકશાન

સામાન્ય બજેટ 2018 - બિટકોઈન રાખનારાઓને જેટલીએ આપ્યો ઝટકો, થશે કરોડોનુ નુકશાન
, ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (14:08 IST)
અરણ જેટલીના બજેટ પર આખુ દેશ આંખો તાકીને બેસ્યુ હતુ.  થોડા દિવસો પહેલા દેશની અર્થવ્યવસ્થામાં જે થોડો ફેરફાર થયો હતો તો આશા હતી કે સરકાર તેને લઈને મોટુ પગલુ ઉઠાવશે.  તાજેતરમાં જ દેશમાં બિટકૉઈનને લઈને ખૂબ ચર્ચા થઈ. રિપોર્ટ્સમાં સામે આવ્યુ કે  ક્રિપ્ટો કરંસીના નામ પર મોટી માત્રામાં કાળા ધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પર સરકારે પહેલા પણ સ્પષ્ટ કર્યુ હતુ કે આ પ્રકારની કરેંસી ભારતમાં કાયદેસર રીતે માન્ય નથી. 
 
આ કડીમાં નાણાકીય મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન એક વાર ફરી સ્પષ્ટ કર્યુ કે બિટકોઈન કે પછી આ પ્રકારની કોઈપણ ક્રિપ્ટો કરેંસી ભારતમાં માન્ય નથી. સરકારના આ એલાન પછી એ લોકોને મોટો ઝટકો લાગશે જેમને બિટકોઈનમાં રોકાણ કર્યુ હતુ. મતલબ કે બજારમાં લાખો લોકોના કરોડો અને અરબોનુ નુકશાન થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુપ્રીમ કોર્ટે શાળા સંચાલકોને આદેશ કર્યો, વધારાની ફી પરત કરો