પુરાણોની માન્યતા મુજબ લગભગ બધા દેવી-દેવતાઓને સોપારી ખૂબ પ્રિય છે. ખાસ કરીને ગણેશજી અને મા
લક્ષ્મીને તો આ ખૂબ જ લોભાવે છે. સોપારી ધન લાભ અને સૌભાગ્યની સૂચક છે. માત્ર 2 રૂપિયા ખર્ચ કરીને
તિજોરીને ધન-દોલત અને હીરા ઝવેરાતથી ખચોખચ ભરી શકો છો. શાસ્ત્રો મુજબ સોપારી ચમત્કારીક છે.
આવો જાણો સોપારીના કેટલાક ટોટકા..
- સિદ્ધ સોપારીને તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી નહી આવે.
- લક્ષ્મી પૂજા પછી સોપારી પર લાલ દોરો લપેટીને તેને અક્ષત, કુમકુમ, પુષ્પ વગેરેથી પૂજન કરી તેને તિજોરીમાં મુકો.
- પૂજાની સોપારીને ગૌરી-ગણેશના સ્વરૂપનુ માનીને તેના પર જનેઉ અર્પિત કરો. પછી તેને તિજોરીમાં સ્થાપિત કરો. ધનલક્ષ્મી સદા માટે પોતાનો વાસ બનાવી લેશે.
- વેપારમાં ઉન્નતિ અને વૃદ્ધિ માટે શનિવારની રાત્રે એક સોપારીને એક સિક્કા સાથે પીપળાના ઝાડ નીચે મુકી દો. રવિવારે સવારે પીપળાનુ એક પાન તોડીને તિજોરીમાં મુકી દો.