Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં ચાલતી IIITને ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો મળ્યો

સુરતમાં ચાલતી IIITને ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો મળ્યો
, બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (16:04 IST)
દેશમાં 25માંથી પાંચ IIIT ને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. પાંચમાંથી એક IIIT સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં ચાલે છે. આ જાહેરાતને આવકારતાં કેમ્પસના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સાથે સંસ્થાને પણ ખૂબ જ ફાયદો થશે. IIITસુરતના ડિરેક્ટર જે.એસ.ભટ્ટએ જણાવ્યું હતું કે, વર્ષ 2017થી ચાલતાં બી ટેક અને ઈસીના કોર્ષમાં અત્યારે કુલ 325 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારની જાહેરાતથી વિદ્યાર્થીઓને અને ઈન્સ્ટીટ્યુ બન્નેને ફાયદો થશે. આગામી સમયમાં બોર્ડ ઓફ ગવર્નન્સ બનતાં ઓટોનોમસ રીતે કોર્ષ વધારી પણ શકાશે અને વિદ્યાર્થીઓને નેશનલ ઈન્ટરનેશનલ લેવલની ડિગ્રી મળી રહેશે સાથે જ પીએચડી જેવા કોર્ષ પણ વધતાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થશે. સુરતમાં વર્ષ 2017માં IIITની શરૂઆત થઈ હતી. ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો આપવાની જાહેરાત કરતાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુંકે, અમુક ઈન્સ્ટીટ્યુટમાં કોર્ષ શરૂ નહોતા થયા તો અમુકમાં કંઈક કામ બાકી હતા. હવે પાંચેય ઈન્સ્ટીટ્યુટ સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુરના IIITને ઈન્સ્ટીટ્યુ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો કેબીનેટ દ્વારા આપવામાં આવ્યો હોવાની તેમણે જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું હતું. સુરત IIITના ડિરેક્ટર જે.એસ.ભટ્ટએ જણાવ્યું હતું કે, આ દરજ્જો મળતાં વિદ્યાર્થીઓની ડિગ્રીની વેલ્યુમાં ચોક્કસ વધારો થશે જે આખરે તો વિદ્યાર્થીઓના હિતમાં જ છે. આજે પણ IIITના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ થકી જ નોકરી મળી જાય છે પરંતુ હવે નવા કોર્ષ પણ શરૂ થઈ શકશે અને વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં બાળકીને ડેન્ગ્યુ-મેલેરિયાની દવા પીવડાવ્યા બાદ શંકાસ્પદ મોત