Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કાલુપુર રેલ્વે સ્ટેશન અને ઈન્ટરનેશનલ એરપોર્ટનો કેટલો વેરો બાકી છે?

જાણો કાલુપુર રેલ્વે સ્ટેશન અને ઈન્ટરનેશનલ એરપોર્ટનો કેટલો વેરો બાકી છે?
, બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (13:48 IST)
31 માર્ચે પુરા થતા નાણાંકીય વર્ષ અગાઉ અગાઉના વર્ષનો વેરાનો લક્ષ્યાંક પુરો કરવા માટે તંત્ર વેરો ન ભરનારાની મિલ્કતોને સીલ કરવાનું શસ્ત્ર ઉગામશે. પરંતુ શહેરના ઉત્તરઝોનમાં આવેલા અમદાવાદ એરપોર્ટ અને પશ્ચિમ રેલવેના કાલુપુર સહીતના આવેલા મથકોનો મળી રૂપિયા 33 કરોડનો મિલ્કત વેરો વસુલવાનો બાકી છે.  મિલ્કત વેરાને લઈને રેલવે સાથે છેલ્લા બે દાયકા અને એરપોર્ટ ઓથોરીટી સાથે પાંચ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર,સરદારનગર વિસ્તારમાં આવેલા અમદાવાદ એરપોર્ટને ઈન્ટરનેશનલ જાહેર કરાયા બાદ ટર્મિનલ-એક અને ટર્મિનલ-બે એમ બે ટર્મિનલથી એ.ઓ.આઈ.દ્વારા જમીનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ જમીનના વપરાશ માટે મ્યુનિ.દ્વારા મિલ્કતવેરો વસુલાઈ રહ્યો છે. થોડા વર્ષો અગાઉ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા મ્યુનિ.તંત્રને વેરા  પેટે રૂપિયા 58 લાખ ચુકવવામાં આવ્યા હતા.એ પછી કોઈ રકમ ન ચુકવવામાં આવતાં હાલની પરિસ્થિતિમાં મ્યુનિ.ને.એરપોર્ટ ઓથોરીટી પાસેથી રૂપિયા 19 કરોડ જેટલો વેરો વસુલવાનો બાકી નીકળે છે. 
બીજી તરફ અમદાવાદ શહેરમાં કાલુપુર,મણિનગર,સાબરમતી,ગાંધીગ્
રામ રેલવે સ્ટેશન સહીતના મ્યુનિ.હદમાં આવેલા પશ્ચિમ રેલ્વેના યુનિટો પાસેથી મ્યુનિ.ને રૂપિયા 14 કરોડ જેટલો વેરો  વસુલવાનો બાકી નીકળે છે. બે સરકારી તંત્ર વચ્ચેનો વિવાદ છે.જે પ્રમાણેનો નિર્ણય આવશે એ પ્રમાણે રકમ ઓનલાઈન ભરવા તૈયાર છીએ. આ મામલે એસેસર અને ટેકસ કલેકટરને પુછતા તેમનું કહેવું છે,કમિશનરના પ્રયાસોથી હવે બંને સક્ષમ સત્તા રકમ ભરવાની તૈયારી દર્શાવે છે.
બંનેનો મળી કુલ રૂપિયા 33 કરોડ વેરો બાકી નીકળે છે. અમદાવાદ એરપોર્ટ ખાતે નવું ટર્મિનલ કાર્યરત કરાયા બાદ પાંચ વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટના આધારે મ્યુનિ.તંત્રે જગ્યાની આકારણી કરી વેરાના બીલ મોકલવાનું શરૂ કરતા જગ્યાને લઈ બંને સત્તાઓ વચ્ચે વિવાદ સર્જાવા પામ્યો હતો. એરપોર્ટ સુત્રોમાંથી મળતી માહીતી મુજબ, મ્યુનિ.તરફથી પાણી,ગટર સહીતની માળખાગત સુવિધાઓ આપવામાં આવે તો અમે ઈન્સ્ટોલમેન્ટથી વેરો ભરવા તૈયાર છીએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં હવે અનામત આંદોલન વેગ પકડે તે પહેલા સમાધાનની સરકારી કવાયત